અધૂરા રહી જવાય છે,
પૂર્ણ થવાની ઉતાવળ માં.....-
અધૂરાં પાનાં ઓ માં લાગણી શોધે છે કોઈ,
વળી એકલતા માં પ્રેમ શોધે છે કોઈ..
જ્યારે એકલતાં માં બેચેન થઈ જાય છે એ
તો બચેલા સંબંધો માં સંસાર શોધે છે કોઈ..
પોતાને વિચિત્ર દેખાય છે અરીસા માં
સુંદર બનવા માટે ની જાહેરખબર શોધે છે કોઈ..
એ ખુદ ખુશીઓ ખરીદવા માંગતો હોય અને
મહેફિલ માં દર્દ નો સોદાગર શોધે છે કોઈ..
જેણે શબ્દો ને નકશીકામ કરી સજાવટ કરી હોય
એ પોતે દુનિયા માટે શબ્દ શોધે છે કોઈ...
એ જાણે છે કે બધુંજ એક દિવસ નાશ પામશે
પણ ઉતાવળો થઈ ને તોફાન શોધે છે કોઈ..
અહીં બધીજ પ્રેમિકા નખરાઓ સાથે આવે છે
તો હવે નખરાઓ માં પ્રેમિકા શોધે છે કોઈ...-
ટ્રાફિક સિગ્નલ રેડ હતું એટલે રાહ જોવા સિવાય કોઈ છૂટકો નોહતો એટલે આમતેમ જોવા લાગ્યો. ચાર રસ્તા પાસે મસમોટું હોર્ડિંગ્સ લાગી રહ્યું હતું એમાં લખ્યું હતું -
" My Life My Rule "
અફકોર્સ યાર જિંદગી પોતાની છે તો પોતાની રીતે જ જીવવાનું હોય ને. મારો ફંડા પણ કઇંક એવો છે કે - " કોઈપણ સંજોગ હોય એનો સ્વીકાર કરતા શીખશો તો જિંદગી જીવવાની મઝા આપોઆપ આવી જશે. " જિંદગી જેટલું બેહતરીન ઘડતર કોઈ સ્કૂલ કે યુનિવર્સિટી નથી કરી શકતી એવું મારુ માનવું છે. સમય સાથે જડેલું સત્ય એ છે કે જેનું ઘડતર સ્વયં જિંદગી કરતી હોય એ વ્યક્તિને ક્યારેય છંછેડવો નહિં. મારા મતે જિંદગી એટલે અનુભવ સાથે મળેલી સમજણની સોગાત.
#અધુરી_ડાયરી-
આત્મમંથનની સફર છે આયામ આસાન કશું જ નહિં હોય. આ મુશ્કેલ સફરના આખરી છોર સુધી પહોંચવા હરક્ષણ કોઈકને કોઈક આહુતિ તો આપવી જ પડશે.
#અધુરી_ડાયરી-
આજે ફરીથી જાણીતી વ્યક્તિએ શબ્દોનો પ્રહાર કર્યો. ઓબવિયસલી યાર જાણીતી વ્યક્તિ આવું કહી જાય તો થોડું લાગી જ આવે ને. પછી કરવાનું શું હોય? ગયો કાયમની ફિક્સ જગ્યાએ જ્યાં આવી હજારો ઘટનાને હું અગ્નિદાહ આપી ચુક્યો હતો. ખુલ્લું આકાશ... મંદ મંદ વહેતો વાયરો... પંખીઓનો કલરવ.... વાદળોની પકડાપકડી. દિવાલને ટેકો આપીને આરામથી બેઠો. મોબાઈલ કાઢ્યો ઈયરફોનને એડજસ્ટ કરીને વીએલસી પ્લેયર ઓન કર્યું , ફેવરિટ પ્લે લિસ્ટને શફલ મોડમાં નાખીને શરૂ કર્યું મનોમંથન. હરકોઈ વ્યક્તિ આપણાં જીવનમાં કોઈક મકસદથી આવતી હોય છે યા એમ કહું તો કઇંક ખાસ બ્રહ્મજ્ઞાન આપવા માટે આવતી હોય છે. પછી એણે કહેલાં શબ્દોને યાદ કર્યા. પહેલાં તો થોડો ગુસ્સો આવ્યો પણ જેમ જેમ શબ્દોનો મર્મ સમજતો ગયો હું એમ હસવા લાગ્યો. એ ક્ષણિક નસેડીને.... ઉપ્સ... ચોમાસું ચાલે છે યાર એટલે સ્વાભાવિક છે કે જીભ લપસી જાય. એ અણસમજુને ક્યાં ખબર હતી કે આવું કહેનાર અને એના દ્વારા કહેવાયેલા શબ્દોને હું કદિ ભૂલતો નથી. બોસ ! આવા શબ્દોથી જ હું સતત ઘડાતો આવ્યો છું. કહેવાય છે ને કે જેનું ઘડતર મજબૂત હોય એને તોડવો અશક્ય હોય છે. હોલ્ડ ઓન ઘોંચુ ! મારી હાલની ખામોશીને મારી કમજોરી સમજવાની ભૂલ ક્યારેય ના કરીશ. સમય આવ્યે તને હું એક પણ શબ્દ બોલવાનો અવસર નહિં આપું.
#અધુરી_ડાયરી-
પિઝા ખાઈ ખાઈને તારું વજન વધી રહ્યું છે હો મેઇન્ટેઇન કર થોડું. આયુડા પિઝા તો એક બહાનું છે બાકી આ અસર તો તારા વ્હાલની આડ અસર છે. જાડી હું દબાઈ રહ્યો છું એનું શું? બચ્ચું એ તો સહન કરવું જ પડશે. આવો સિતમ? તુ બખૂબી જાણે છે કે મને શું જોઈએ છે. એક તો દિવસે દિવસે તારું વજન વધતું જાય છે ને ડિમાન્ડ પણ વધતી જાય છે. શું બોલ્યો તું? કશું નહિ તું વજન ઓછું કરે તો હું બરાબર શ્વાસ લઉં. 😜 કોઈ જરૂર નથી શ્વાસ ઘટશે તો હું ઉછીના આપી દઈશ. 😉 એટલે તુ વાત મનાવી ને જ જંપીશ એમને. યસ ! નારી હઠ છે બચ્ચું માનવું તો પડશે જ. અચ્છા તો તારે મુવી જોવા જવું છે યા શોપિંગ કરવા જવું છે? તદ્દન ખોટું. જલ્દી ને સાચું અનુમાન લગાવ નહિં તો તુ મારા વજનથી દબાઈ જશે. હે ભગ્ગુ ! જોય છે ને તુ. ઇડિયટ ! સાચું અનુમાન લગાવ નહિં તો ગલી ગલી કરવાનું સ્ટાર્ટ કરી દઈશ. અત્યાર છે આ તો. શું કીધું? તારે જીમ જોઈન કરવું હોય તો જોઈન કરી લે પણ તુ મને છોડ. આયુડા એતો હું જોઈન કરીશ જ. હવે ખોટું અનુમાન કરીશ તો ગાલ પર બચકું ભરીશ હો. હા યાદ આવ્યું. તુ ફ્રેશ થવા ગઈ ત્યારે ફ્રિજમાંની તારી ફેવરિટ આઈસ્ક્રીમ હુ ખાઈ ગયો હતો. એ સિવાય બીજું કંઈ. આઈસ્ક્રીમ કાઢતી વખતે રસ સહેજ ઢોળાઈ ગયો હતો. અચ્છા ! તો હવે એ ભૂલની સજા તને મળશે. રસ અને આઇસ્ક્રીમ ના બદલે એક કિસ્સી 😘. કિસ્સી તો નહિં જ મળે. સુકલકડી એતો હું એમ પણ લેવાની જ છું ઓફિશિયલી હક છે મારો. 😘❤
#અધુરી_ડાયરી-
તારો હાથ કેમ આટલો ધ્રૂજે છે? એ તો તને પહેલીવાર આ રીતે એકલો મળ્યો ને એટલે. અચ્છા ! બચ્ચું... મારાથી છુપાવે છે એમને. ના છુપાવવા જેવું કઇં નથી. તો પછી તારો હાથ આટલો કેમ ધ્રૂજે છે? મને પણ કઇં ખબર નથી પડતી કે આજે આવું કેમ થઈ રહ્યું છે. સાચું બોલે છે ને તું. આંખોમાં આંખો નાખીને જોઈ લે. જે દિલમાં છે એજ તને મારી આંખોમાં જોવા મળશે. તો પછી તારો હાથ પકડવાની મંજૂરી આપ. આમેય તને કોઈપણ વાતમાં ક્યારેય ના પાડી છે ખરી? આજે હું પણ જોઉં છું કે મારા હાથમાં તારો હાથ હોય ત્યારે તારો હાથ કઇ રીતે ધ્રૂજે છે. જોજે હો એને ક્યાંક તારી આદત ના પડી જાય? છોને આદત પડતી હું છું ને. આયુ મારે તારો હાથ આજ પૂરતો નહિં પરંતું જીવનભર માટે જોઈએ છે. તો બોલ તને લેવા માટે તારા ઘરે ક્યારે આવું? અહા ! આંખોમાં આટલી શરારત ક્યાંથી આવી ગઈ હૈ? એતો કોઈની આંખો ઝૂકીને છેડતી કરી જાય એટલે શરારત આપોઆપ થઈ જાય. જોતો બેશરમ કેટલો ખીલવા લાગ્યો છે તે. બેશરમ તો તું છો જ એકલી એકલી સિલ્ક ખાવા લાગી છો. થાય એ કરી લે સિલ્ક તો હું જ ખાઈશ. જો હું શરારત પર આવી જઈશ તો તારા હોઠ પર લાગેલી સિલ્કને ખાઈ જવામાં કોઈ વાર નહિં લાગે. અચ્છા ! હિમ્મત છે? મારા હોઠ પર લાગેલી સિલ્કને ખાઈ બતાવે તો હું તારી. બરાબર વિચારી લે ક્યાંક તારા હોઠને મારા હોઠની આદત ના પડી જાય. છો ને આદત પડતી મારા કુંવારા હોઠને તો હવે તારા હોઠના હસ્તાક્ષરની જરૂર છે. 😘 💕
#અધુરી_ડાયરી-
ના મારે જાણવું છે કે તુ કઈ વાતના લીધે મને અવોઇડ કરી રહ્યો છે. જાણવું જ છે ને કારણ તો જોઈ લે વોટ્સ અપ મેસેજ તને મારી ખામોશીનું કારણ સમજાઈ જશે. આયુ ! હું તને આવું હું કહી જ ના શકું. આશિ ! મને પણ એવું જ હતું કે તુ આવું ના કહી શકે પણ ચેટના એન્ડમાં તે આપણું ટ્રેડમાર્ક સિમ્બોલ મૂક્યું હતું એટલે તને આ વાત પૂછવાનો કોઈ સવાલ જ પેદા નોહતો થતો. મનમાં જે હોય એ સીધું ને સટ બોલવાની આદત છે એટલે દિલમાં જે હતું એ બધું તને નિઃસ્વાર્થ ભાવે કહી દીધું હતું. બદલામાં તારી પાસે મે કોઈ ઉમ્મીદ નોહતી રાખી. પણ મે આવું નોહતું ધાર્યું કર્યું કે તું મારી સરળતાનો આ રીતે લાભ ઉઠાવીશ. ખાલી એકવાર કીધું હોત તો હું ત્યાંજ અટકી જાત પણ આ રીતે બધાની વચ્ચે મજાક ઉડાવીને શું સાબિત કરવું હતું તારે? આશિ ! હું દિલથી જીવનારો માણસ છું. તું ખોટું બોલી એનો મને કોઈ રંજ નથી પણ મારા દિલ પર વાર કરીને તે મારી રૂહને ચોટ પહોંચાડી છે. શરીર પરનો ઘાવ તો સમય જતાં મટી જતો હોય છે પરંતું રૂહ પરનો વાર આજીવન રેહતો હોય છે. છોડ તને નહિ સમજાય કારણકે તારા માટે તો આ ફક્ત એક શર્ત હતી. છેલ્લે એટલું જ કહીશ કે તે જે રીતે બેઘડીની મસ્તી માટે મારા દિલ સાથે રમત રમી છે એવી રમત કોઈ બીજા સાથે ના રમતી. આયુ તુ સમજે છે એવું કઇં નથી. હું ધુની છું અણસમજુ નથી. આશિ મને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે તને તારા સવાલોના જવાબ મળી ગયા હોય તો મારો માર્ગ છોડ.
#અધુરી_ડાયરી-
📔અધૂરી ડાયરી📔
જો તું મારા શબ્દો છે
તો હું શબ્દ નો પૂર્ણવિરામ છું.🔹🔹
જો તું મારુ કાગળ છે
તો હું કાગળ નું લખાણ છું.📝📝
જો તું મારી કલમ છે
તો હું કલમ ની શાહી છું. ✒️✒️-
"પેહલો પ્રેમ"
"ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આંસુની ધારમાં વહી ગયો,
મળવાની છેલ્લી તક પણ મેં ગુમાવી,
જ્યારે તેને બીજો જીવનસાથી મળી ગયો.
મિત્રોના સાથમાં હું હસી લઉં છું જરાક,
બાકી મારા દર્દ તો હું ચુપચાપ પી ગયો,
રડાવી જાય છે, ક્યારેક તેની યાદ મને
કારણ કે મારો 'પેહલો પ્રેમ' અધુરો રહી ગયો.-