સિસ્ટર તાલિયા ! મોનિટર તરફ જુઓ આયામના હાર્ટરેટ ધીમે ધીમે ઘટી રહ્યા છે. સિસ્ટર ઉહી દરવાજા બાજુ જુઓ કોણ આવ્યું છે? સંગદિલ જિંદગી આવી છે મારો હાલ પૂછવા. સિસ્ટર એને મારી ડાબી બાજુ બેસાડો. આજે જિંદગી પાસેથી એના હરેક જુર્મનો હિસાબ હું વસુલ કરીશ. એ જિંદગી ! મને આયુ કહેવાનો હક જે મે તને આપ્યો હતો એ હું આજે તારી પાસેથી લઇ રહ્યો છું. ના તારી કોઈ વાત હું નહીં સાંભળું... એ જિંદગી માન્યું કે હું થોડો સમય લઉં છું પણ એનો અર્થ એ નથી કે હું કંઈ સમજતો નથી. તને કાયમ પૂછ્યું છે કે કોઈ ઔર હોય તો મને કહી દેજે પણ તુ તો હસીને એ વાતને ત્યાંજ પૂર્ણવિરામ મૂકી દેતી હતી. તારી નજર અંદાજી એ મને બેશુમાર તોડ્યો છે પણ એનો કોઈ મલાલ નથી. મલાલ એ વાતનો છે કે તે મને કહ્યું કેમ નઈ? મારી સાથે હોવા છતાં કોઈ ઔરની તમન્ના...? એ જિંદગી તને તમન્ના છે ગૈરની... તો જા તને તારી જિંદગી મુબારક. હું એનો હરગીઝ નથી થતો જેને તલબ હરકોઈની હોય. જા આજે તને હરબંધનમાંથી આઝાદ કરી. આયુ... ના મારા નામનો ઉલ્લેખ તારા મોઢે ફરી આવ્યો તો હું મોત સાથે સજદા કરવામાં કોઈ વાર નહિં કરું. પ્લીઝ આયુ આટલી બેરુખી શું કામ ? ઉહી... એણે જે કહ્યું હતું એ શબ્દશઃ કરી બતાવ્યું. ખુબસુરત મોત સાથે આજે એણે મહોબ્બત કરી લીધી. શુ બહેતરીન અંદાઝમા મોતને પ્રપોઝ કર્યું છે. જોતો મોત એને કેટલી સંજીદગીથી એને આગોશમાં સમાવી રહી છે. હેપ્પી પ્રપોઝ ડે આયામ. 💐💐❤️❤️
#ભાગ_3
#અધુરી_ડાયરી-
બેશક પૂછો શુ પૂછવા માંગો છો? અધુરી ડાયરીનું આખરી પન્નુ અધૂરું છે એનો શુ રાઝ છે? ઓહ! તો મારી અધુરી ડાયરીને તમે વાંચી લીધી એમને? બેડ મેનર સિસ્ટર... મારા એક અરસાની રિયાઝ છે આ અધુરી ડાયરી. એક કહાની છે જે હજુ અધુરી છે જેને હું આજે પુરી કરીને મારી અધુરી ડાયરીને મુકમ્મલ કરીશને દુનિયાને આખરી અલવિદા કહીશ. એ નાદાન આવું ના બોલ. તારી જિંદગી માટે તો હરકોઈ દુઆ કરી રહ્યું છે. સોરી સિસ્ટર ! શું કરું? સત્યને ક્યાં અને ક્યારે શુ બોલવું એની તમીઝ બિલકુલ નથી. જ્યારે ખુદ જિંદગી જ છેડો ફાળવા માંગતી હોય તો એનો હાથ થામીને બદી શું કામ કરવી? જાયઝ છે તારી સમજણ પણ મને એ તો જણાવ કે જે ક્યારેક દિલખુશ ને રેહનુમા હતો એ આજે મોતનો તલબગાર શુ કામ છે? સિસ્ટર તાલિયા અને ઉહી... તમને સમજાવી શકું એટલો સમય મારી પાસે નથી. મને ફક્ત થોડો સમય આપો કે હું મારી અધુરી ડાયરીને મુકમ્મલ કરી દઉં. સમય આપ્યો પણ અમે તારી આજુબાજુ જ રહીશું. ચોક્કસ. તો શું લખ્યું અધુરી ડાયરીમાં? રાઝ છે ઉહી સિસ્ટર કસમ છે તમને મારી મારા જવા પછી જ આ આખરી પન્નુ વાંચજો.
#ભાગ_2
#અધુરી_ડાયરી-
ઉહી ! આ છોકરાનું જૂનુન તો જો. એની પાસે ગણતરીના જ કલાકો બાકી છે છતાંય કેટલી શિદ્દતથી જિંદગી સામે જંગે ચડ્યો છે. શાયદ એનું કોઈ આખરી કામ અધૂરું રહી ગયું હશે એટલે જ એ જિંદગીને હંફાવી રહ્યો છે. જો તો એના હાર્ટરેટ કેટલા ઓછા છે છતાંય કેવો મલકાઈ રહ્યો છે. આની જગ્યાએ કોઇ બીજું હોત તો એ ક્યારનું દમ તોડી ચૂક્યું હોત. શાયદ કોઈ રુહાની તાકાત એની હિફાજત કરતી હશે. સાચી વાત છે તાલિયા ! એના વાલીદની બેશકિમતી દુઆઓની જ તો આ અસર છે કે એ હજુ પણ શ્વાસ લઈ રહ્યો છે. તુ અહિયાં જ એની પાસે બેસ હું આ છોકરા માટે દુઆ કરી આવું. ઉહી ! તુ અને દુઆ? હા આજે આ માસુમ માટે દુઆ કરીશ. હું દુઆ કરુંને એ હોશમાં આવે તો એને પૂછીશ કે એવું તો કેવું કામ અધૂરું રહી ગયું છે કે તુ આટલો ઝઝૂમી રહ્યો છે. સારું ચલ હું એના નામની દુઆ કરી આવું. શાયદ ખુદા મારી દુઆ કબૂલ કરી લે ને એને હોશ આવી જાય.
ઉહી ! ખુદા એ તારી દુઆ કબૂલ કરી લીધી છે એ છોકરાને હોશ આવી રહ્યું છે. આમીન ! શુક્રિયા મેરે મૌલા. ચાલ એની પાસે મારે એને ઘણું બધું પૂછવું છે. ચલો. હાય હેન્ડસમ ! હવે કેવું ફિલ કરો છો? ફિલ બેટર . સિસ્ટર ! પ્લીઝ મને મારા ચશ્માં આપશો. ચોક્કસ. આ રહ્યા તમારા ચશ્માં. થેંક યુ સિસ્ટર.
બાય ધ વે મિસ ઉહી તમારી આંખોમાં સવાલોનો સેલાબ ઉઠી રહ્યો છે. આફ્રિન ! કેહવા વગર દિલનો હાલ જાણી લીધો.
#ભાગ_1
#અધુરી_ડાયરી-
આયામ એક ગુજારીશ છે મારી શુ તું એને પુરી કરીશ? દોસ્ત સામે ગુજારીશ ના હોય ફક્ત ફરમાઈશ હોય. બોલ શું ફરમાઈશ છે તારી? ફરમાઈશ ફક્ત એટલી જ છે કે મારા આખરી શ્વાસ તારી અધુરી ડાયરીમા છૂટે. કરી નાખીને નાની વાત... તને તો હું મારી અધુરી ડાયરીમાં કાયમ જીવંત રાખીશ. આ ખુબસુરત સૌગત માટે આજીવન તારો શુક્રગુજાર રહીશ. હેપ્પી રોઝ ડે આયામ... 🌹🌹🌹 સેમ ટુ યુ દોસ્ત.🌹🌹🌹 ❤️
#ભાગ_3
#અધુરી_ડાયરી-
મારુ છોડો તમારું કહો... તમારો શું સીન થયો ? દોસ્ત મારી કહાની પણ મહદઅંશે તારા જેવી જ છે. ફરક ખાલી એટલો છે કે તું એની આગોશમાં રહેવાનું ખ્વાબ જોતો હતો ને હું એને હકીકતમાં કોઈ બીજાની આગોશમાં ધીમે ધીમે ઓળઘોળ થતી નજરોનજર જોઈને આવ્યો છું. ઇનશોર્ટ જિંદગી એ કહ્યા વગર બરાબરની મારી લીધી એમને? શુ સિક્સર મારી છે બોસ.કડવું છે પણ આજ હકીકત છે દોસ્ત.
અજનબી દોસ્ત એક વાત પૂછું જો તને ખોટું ના લાગે તો? અજનબી દોસ્તની જગ્યા એ આયામ કહીશ તો મને વધુ ગમશે. આયામ... તું આંખોને વાંચવાનું હુન્નર ક્યાંથી શીખ્યો ? મારી આંખો વાંચીને મારા દિલનો હાલ તું ક્ષણભારમાં સમજી ગયો. ને આવું દિલકશ હુન્નર એક રાઇટર સિવાય બીજા કોઈ પાસે ના હોય... તો શું તું પણ એક રાઇટર છે? હા... તો તારી પાસે મહોબ્બતથી તરબતર બેશકિમતી ડાયરી તો હશે જ ને? છે ને. જો તને કોઈ વાંધો ના હોય તો શુ હું એનો દિદાર કરી શકું? ચોક્કસ દોસ્ત... ને શુ ખબર મારી અધુરી ડાયરીનો દિદાર તારા ચહેરા પર મુસ્કાન લાવવાનું કારણ બને. તો આ રહી મારી જિંદગીભરનું રિયાઝ... મારી અધુરી ડાયરી... શુભાન અલ્લાહ ! શુ દીવાનગી ? શુ આવારગી? આયામ કાયલ થઈ રહ્યો છું તારી અધુરી ડાયરીનો. એક એક પાને મહોબ્બતની ધમાકેદાર આતશબાજી કરી છે તે. શુ કરું દોસ્ત... મહોબ્બતને ઈબાદત માનું છું.
#ભાગ_2
#અધુરી_ડાયરી-
એ મંઝર જોઈને શું રીએક્ટ કરું એજ સમજાતું નોહતું.
વાતાવરણમાં અચાનક બદલાવ આવવા લાગ્યો. જ્યાં થોડી ક્ષણો પહેલા ખુશનુમા વાતાવરણ હતું ત્યાં અચાનક એક અજીબ પ્રકારની ઝહરેલી ધૂંધ હવામાં ભળવા લાગી હતી. એ ઝહરેલી હવા શ્વાસમાં ભળે એ પહેલા જગ્યાને છોડવું મે મુનાસીબ માન્યું ને ત્યાંથી મારી ફેવરિટ જગ્યા એ જવા ચાલી નીકળ્યો. એ મંઝર વારંવાર આંખ સામે આવવા લાગ્યો હતો. ગુસ્સાએ મનમાં દબેપાવ દસ્તક આપી દીધી હતી. મન તો થયું કે એને આ મંઝર વિશેની હકીકત પૂછું. આખરે આવું વર્તન શુ કામ ? ગુસ્સો એની ચરમસીમા પર પહોંચી ચુક્યો હતો. એને કોલ કરવા ફોન કાઢ્યો ત્યાં જ કોઈ મને બોલાવતું હોય એવો આભાસ થયો. માશા અલ્લાહ ! શુ ખુબસુરત ગુલાબનું ફૂલ હતું. શુ થયું બોસ માયુસ દેખાઈ રહ્યા છો ને કઈં? એની આ વાત ચહેરા પર સ્મિત લાવવા કાફી હતી. હા દોસ્ત ! થોડા સમય પહેલા માયુસગી ચોક્કસ હતી પણ હવે બિલકુલ નથી. દોસ્ત ! વાંધો ના હોય તો એક વાત પૂછું. બેઝિઝક પૂછો શાયદ તમારા સવાલમાં ક્યાંક મને મારા સવાલનો જવાબ મળી જાય. એ દોસ્ત તારી તાસીર જોઈને હું અનુમાન લગાવી શકું છું કે તુ કોઈની એડી નીચે આવીને બરાબર ઘવાયો હોઈશ? હા યાર તારું અનુમાન સાચુ છે. મહોબ્બતનો પેગામ લઈને આવ્યો હતો હુ પણ ભરબજારે કઈંક એવો જલિલ થયો કે ના કઈં બોલી શક્યો કે ના કઈં સમજી શક્યો. રાતોની રાતો બસ એક જ ખ્વાબ જોયુ હતું કે આજે તો એની આગોશમાં રહીને એને બેશુમાર ચૂમીશ.
#ભાગ_1
#અધૂરી_ડાયરી-
આયુ ! આજે રિવરફ્રન્ટ પર મળીએ ને? નેકી ઔર પૂછ પૂછ. બાય ધ વે ગઈ વખતની અધુરી ડેરી મિલ્ક હું આજે વસુલ કરીશ હો. એ તો હું એજ દિવસે ખાઈ ગઈ હતી. એ તારો પ્રશ્ન છે મારો નહિં. હું તો અધુરી ડેરી મિલ્ક વસુલ કરીને જ રહીશ. ધત... બેશરમ... તને તો બસ વસુલ કરવાનું જ દેખાય છે. શું કરું મહોતરમા તુ જ્યાં કહાની અધુરી મૂકે છે ત્યાંથી શરૂઆત કરવાની આદત તેજ મને લગાડી છે. નફ્ફટ આયુડો... 😘 ચલ તારી દુઆ કબૂલ મન હોય એટલું વસુલ કરજે... હક છે તારો. પણ હા મારું મન હોય ત્યાં સુધી તારે મને તારી ટ્રેડમાર્ક સમી ઝપ્પી આપવી પડશે. ચોક્કસ મહોતરમા ! બાય ધ વે મળવાની ઉતાવળમાં હેલ્મેટ લેવાનું ભૂલતી નઈ. યાદ છે ને લાસ્ટ ટાઈમ હેલ્મેટ નોહતું તો મેમો ભરવો પડ્યો હતો. આયુડા એ વાત મને બરાબર યાદ છે. એ મેમોના લીધે આપણી વચ્ચે મીઠી ફાઇટ થઈ હતી ને જતી વખતે તને વળગીને હું કેટલું રડી હતી. તો એનો બદલો તું આજે લઇ લેજે. એ તો લઈશ જ બચ્ચુ... 😘
#અધુરી_ડાયરી-
એક વાત પૂછું ખોટું તો નહિ માનોને? પૂછો... પૂછવા પહેલાં એક રિકવેસ્ટ કરું છું કે મારી આ વાતને કહાનીનું સ્વરૂપ નઈ આપતાં. દિલને સ્પર્શી જશે તો કહાનીમાં આ વાતને ચોક્કસ બયાન કરીશ. મને હતું જ કે તમે કઈંક આવું જ કેહશો. છેલ્લાં એક વર્ષથી તમારી કહાનીઓ અચૂક વાંચું છું. કહાનીઓથી તમને જજ નથી કરતી પણ તમને જેટલાં વાંચ્યા છે એ પરથી હું તમને થોડું ઘણું તો ઓળખું છું. પહેલા તો મારી નાની નાની વાતોને બરાબર ધ્યાનથી સાંભળશો ને પછી એને શબ્દોમાં બયાન કરવા બેસી જશો. સહી જા રહે હો મહોતરમા. તમે છોને મને શબ્દોમાં ઉલઝાવીને મને મારા જ સવાલથી દુર કરી દેશો. આયામ હુ તમને હર્ટ કરવા નથી માંગતી પણ એક વાત મને કાયમ ખટકે છે કે તમે મહોબ્બત વિશે આટલું સચોટ વર્ણન કઇ રીતે કરી લો છો? શું તમે કોઈને અનહદ પ્રેમ કર્યો છે ખરો? તમને કોઈ વાંધો ના હોય તો હું તમને વીડિયો કોલ કરી શકું એ બહાને તમને જોઈ પણ લઈશ? સોરી મહોતરમા ! મને જોવાની ખ્વાહિશ ફરી ક્યારેક. રહી વાત મહોબ્બતની તો કોઈકની મહોબ્બત મુકમ્મલ થઈ જાય તો કોઈકની મહોબ્બત અધુરી પણ રહી જાય મારી અધુરી ડાયરીની જેમ. ઓ અકડુ રાઇટર મારી એક ફરમાઈશ પુરી કરશો? તમારા ચહેરા પર સ્માઈલ આવે તો ચોક્કસ. શુ તમે મહોબ્બતમાં થતી જુદાઈ વખતની તડપને કહાનીમાં લખશો ખરાં? કોશિશ કરીશ. હું રાહ જોઇશ એ કહાની માટે.😊 જોયું કાન્હા ! બધાની જરૂરત બનવા જતા ખુદ ખર્ચાવું પડતું હોય છે.
#અધુરી_ડાયરી-
તારી યાદોનું આક્રમણ અને એમાંય આ જાનલેવા ઠંડુ મોસમ. ઉફ્ફ ! રીતસરની બેરેહમી છે યાર. આ મોસમમાં મુલાકાત સમયે આલિંગનની ખ્વાહિશ થાય એ સ્વાભાવિક છે. ને જો હવે તો વેલેન્ટાઈન વિક પણ મુલાકાતની આગમાં ઘી હોમવા આવી રહ્યું છે. ઓ બેરહેમ મારા પર થોડી તો રેહમત વરસાવ. માન્યું તુ મને બે ઘડીની મુલાકાત માટે તરસાવતી હોય હક છે તારો. પરંતું ઓ નખરાળી ! આયમની મુલાકાતની ખ્વાહિશને સામાન્ય ના સમજ. શીદત વાલી ખ્વાહિશ છે જાલિમ... મુલાકાત માટેની ખ્વાહિશને શબ્દો થકી બયાન કરતો રઈશ જ્યાં સુધી તારા રૂબરૂ દિદાર ના થાય. મારી કહાનીનો કોઈ એક શબ્દ જો તારા હૃદયને સ્પર્શી ગયો તો મારા શબ્દોને હકીકત બનાવવા તારે ખુદ મુલાકાત નામના સ્થળે આલિંગન નામનો ઉત્સવ ઉજવવો પડશે.
#અધુરી_ડાયરી-
શબ્દોના જાદુગર ખોટુ ના માનો તો એક વાત પૂછું? હા બેઝિઝક પૂછો. તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હું અચૂક રીડ કરું છું. ને સાચું કહું તો જ્યારે પણ તમારી સ્ટોરી રીડ કરું છું ત્યારે તમારી સ્ટોરી મારી આંખ સામે જીવંત થઈ જાય છે. યુ નો તમારી કહાનીઓને વાંચું છું ત્યારે મનમાં એક સવાલ તો ચોક્કસ થાય છે કે આટલી દિલકશ સ્ટોરી મહેજ એક સ્ટોરી તો ના જ હોઈ શકે? કોઈને બેશુમાર ચાહવાની ઝલક તમારી કહાનીઓમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કોઈને લખલૂટ ચાહ્યા વગર મહોબ્બત વિશે આવું સચોટ લખવું અશક્ય છે. આયામ ! શું તમે કોઈને બેહદ મહોબ્બત કરી છે? મહોબ્બતની દુહાઈ આપી છે તો એનું માન હું ચોક્કસ રાખીશ. હું નિભાવવામાં માનું છું કહેવામાં નહિં. દિલથી પૂછ્યું જ છે તો કહી દઉં કે આ તમે જે #અધુરી_ડાયરી વાંચો છો ને એ કોઈને લખલૂટ ચાહવાની સૌગત છે.
#અધુરી_ડાયરી-