દિવામાં તેલ હોય ત્યાં સુધી બાળી લેવાતો હોય
પણ માણસને તો સ્મશાન સુધી બાળી લેવાતો હોય-
18 MAR 2021 AT 16:18
20 JAN AT 13:15
એક વિચાર.
મરી ગયા પછી બાળવા બધા આવશે..
પણ આ જીવતા બાળે એનું શું...?
જીવતા જીવ આઘા રહેશે,
આ મરી ગયા પછી પાસે આવે એનું શું..?
જીવતા વાતો તારી - મારી, કાપણીની કરશે,
આ મરી ગયા પછી સારા કે એનું શું..?
કપરા સમયે જીવતા સાથ કોઈ નહી આપે,
આ મરી ગયા પછી ખભો આપે એનું શું.?
જીવવા દે એ જીવ ને જે જીવે,
આ જીવતા જીવ નડે એનું શું...?
સ્વ રચના..
મિત્તલ ચાવડા-
18 MAY 2021 AT 17:22
હાઇકુ
રડતી લાશો
' વેઈટીંગ ' સાંભળી
સ્મશાન કાંઠે.
# ગુરુદેવ #-
20 MAR 2020 AT 9:08
લાગણીનો એક સમય હતો
જ્યારે
સ્ટેશને મુકવા જતાંય
આંખો ભીની થઈ જતી....
અને હવે સ્મશાન માં પણ
આંખો કોરી જ હોય છે....!
-