અનુશિર્ષક માં વાંચવા વિનંતી🙏🔱
⬇️-
બાળ કૃષ્ણનું આગમન અને નંદ ઘેર આનંદ ભયો..🙏
એ આનંદ માણવા આવો અનુશીર્ષકમાં.🙏-
અજાણ માતા પાર્વતી, અસ્તિત્વ મારું કૈક આથી વિશેષ,
સ્વપ્ને નીત નવા ભાસ થાય, હજુ મુજ થકી જોડાયેલું કૈક શેષ...
મૂંઝવણમાં માતા પાર્વતી, ઉકેલ માટે કરવી પડશે શિવજી ને વાત,
મળી શિવજીને કર્યા સવાલ, સ્વામી બતાવો આ સઘળી શું છે માયાજાળ..
પામવાને અસ્તિત્વ તમારું, ગૌરી..પ્રાપ્ત કરવું પડશે તમારે યોગ અને તંત્ર નું જ્ઞાન,
ઘણું જટિલ, રહસ્યમય અને ગંભીર આ જ્ઞાન, એકાગ્રતા સાથે તમારે ગ્રહણ કરવું પડશે તમામ..
શિવજી સંગ માતા પાર્વતી જી , યોગશાસ્ત્ર ના નીતિ નિયમો સમજવાની શરૂઆત,
માતા પાર્વતી વચ્ચે નિંદ્રાધીન , શિવજી નું વર્ણન કેમ કરી ગ્રહણ કરી શકાય...
વારે વારે આવું બનતા , શિવજી ને આવ્યો ક્રોધ અપરંપાર,
આપ્યો શ્રાપ માતા પાર્વતી ને, તમે એકાગ્રતા કેળવવા લેશો નવો અવતાર..
મસ્ત્યકન્યા ના રૂપ માં , માતા પાર્વતી જી એ દયાન અને એકાગ્રતા કેળવ્યા રાખી ખંત,
શિવજી આવ્યા પરણવાને , ધરી ને માછવારા નો વેશ , પરણ્યા શિવશક્તિ, આવ્યો સુખદ અંત..
માતા પાર્વતી સઘળું જાણ્યા, કરી વિનંતી મહાદેવને, હવે આપો એ જ્ઞાન , યોગવિદ્યા બહુ ગૂઢ,
શિવજી એ સમજાવ્યું મહત્વ, આપ્યું માતા પાર્વતી ને અસ્તિત્વ માટે અનભિજ્ઞ જ્ઞાન..!!
-
મેં તો તારું નામ લઈને જ બધા
કામ કર્યા છે "મહાદેવ,"
અને લોકો કહે છે છોકરો
"નસીબવાળો છે" !!
🙏હર હર મહાદેવ🙏
હેપ્પી શિવરાત્રી-
શ્રાવણ માસના કૃષ્ણપક્ષે
આઠમની અંધારી રાતે
કાળકોઠરીના બંધ દરવાજે
મથુરામાં માતા દેવકીની કુખે
જન્મે છે બાળ ગોપલ..
🌼🌼🌼
દ્વાર ઉઘડી જાય છે
દ્વારપાળ ઊંઘી જાય છે
કારાગૃહમાં ચોતરફ
દિવ્ય પ્રકાશ ફેલાય જાય છે..
🌼🌼🌼
પુત્રને લઈ છાબડીમાં
મધરાતે ઘનઘોર વર્ષામાં
કંસ વધ કરનાર કૃષ્ણને
વસુદેવ પહોંચાડી દે છે ગોકુળમાં..
🌼🌼🌼
નંદ જશોદા ઘેર પધરામણી
જન્મોત્સવની ભવ્ય ઉજવણી
અહીંથી શરૂ થતી પ્રભુની
અદ્વિતિય ગુઢ લીલાની કહાણી..
-
તમારી ઈચ્છા મુજબ કરશો,
તો પણ થશે અે જ જે તે ઈચ્છે છે,
એ જે ઈચ્છે છે તેમ કરો,
થશે અે જ જે તમે ઈચ્છો છો.-
પડી જાશે દાંત, પણ નહી ખુટે હરીનું નામ
જીવતરમાં રાખ્યો જો ભક્તિ કેરો સાથ
ભાંગે ભલે ટાંટિયા, હરી ઉંચકે કાયાનો ભાર
ઘેલી યશોદામૈયાની જેમ ભાગો કાનની પાસ
મુખથી જપો હરીનામ, નંદબાબાએ જપ્યુ'તું તેમ
થાશો જગ વિખ્યાત, હૈયે આનંદ અપાર થશે એમ.
હરી પ્રેમમાં જો વહે અશ્રુ, હૃદય વિહવળ અપાર
પેલી રાધાની જેમ,રાખો હૈયે હામ થાશે આજ રાસ.
દુ:ખમાં કરો પોકાર, લખો પત્ર હરીને નામ.
છોડો સર્વસ્વ રુકમણીની જેમ, હરી જાલશે હાથ.
મનમાં રાખો ના દ્વેષ, હરી જાલશે જો કેશ,
મામા કંસની જેમ, નહી રહે ઉઠવાની વેત.
સંસાર માયાજાળ, છે સુભદ્રા તણી બેન,
ફસાવે પેલા સાતકોઠાની જેમ, થાય બેહાલ અભિમન્યુની જેમ.
કાયા થાશે જુની તોયે મોહ છુટશે નહી,
હંસલો યુવાન રહેશે, ને હરી બસ વસશે અહીં.
જપો મહામંત્ર સદા, હરે કૃષ્ણ તણૉ,
સાચુ નામ જ છે એક, સાચુ નામ જ છે એક.
!! હરે કૃષ્ણ !!-
ભજનરૂપી કવિતા
શ્યામને જગાડવાને આવી જો'ને રાધા
ઉઠો ને શ્યામ મારે રાસ કેરી બાધા .
નટખટ કાન આજે નહી ઉઠે રાધા
જોવુ આજ મારે કેવી અધીરી છે રાધા.
માખણ ને મિશ્રી મે વલોવ્યા છે ઝાઝાં
આરોગો પ્રથમ તમે નદંજીના લાલા.
બંસરી કરે છે સાદ જો'ને માધા
ઉઠો ને હવે મારા પ્રાણના પ્યારા.
આવી ગોપી સહુ મેલી ને ઘરબારા
કરે છે જો'ને મારો ઉપહાસ કાના.
વીતે છે કંઈ પૂનમ કેરી રાત હવે માધા
આંખે છે કંઈ જૂઓને અશ્રુની ધારા.
એ તે કેમ જોવાય મારાથી રાધા
કહી ઉભા થયા જો'ને નિરાલા.
આવી સહું ગોપી ને આવી રાધા
રાસરૂપે પુરી થઈ પ્રિતની તે બાધા.
-