ઝુકેલી પાંપણનો અર્થ એ નથી કે એને કોઈ ગુનો કર્યો છે .
આ તો બસ વહેતા આંસુ સામે પડદો ધર્યો છે. 🙏🏻-
30 APR 2019 AT 14:54
4 JUN 2020 AT 7:15
પોતાના વ્યક્તિત્વ પર ‘પડદો’ પાડી,
દરેક વ્યક્તિ કહે છે.
‘જમાનો બહુ ખરાબ છે’-
30 APR 2019 AT 15:31
પડદો રાખી ને એ પાંપણ પાળ બાંધે છૅ,
બાકી તો એજ આંખ માં થી ગંગા વહે છે. 😥-
21 AUG 2020 AT 18:13
અમરત્વ જોઈએ છે અહીં બધાને
............................................
અમર રહેવુ છે બધાને આ રંગમંચ પર
મરે નહિ તેવું બધાને અહીં કિરદાર જોઈએ છે
તું પણ છે મોહતાજ આ જિંદગીનો ખરું ને?
માયુસી ન આવે તેવું બધાને અહીં જીવન જોઈએ છે
દોડી ને આવ ને ગળે લગાવી લે મને કચકચાવીને
પોતાનું કહે તેવું બધાને અહીં કોઈ અંગત જોઈએ છે
પડદો પડશે હમણાં ને દિગ્દર્શક વિરામ મુકશે છે ને ડર?
અનંત ચાલે તેવો પટકથાનો બધાને અહીં સંવાદ જોઈએ છે
આ આંછો પાતળો દેખાય છે પ્રકાશ નડે છે ને તને?
હોલવાય નહિ તેવો બધાને અહીં જીવનદીપ જોઈએ છે
આ રહ્યો અંતિમ પડાવ મનવા વખત છે સુધર તું
કોઈ હિસાબ-કિતાબ ન કરે તેવો બધાને અહીં ભગવાન જોઈએ છે.
-