મેં દિવાલનાં કાન પૂર્યા છે, બારીની આંખો ખેંચી કાઢી.
મેં સહેજ ઉઘાડું દ્વાર મૂકીને પસ્તાવાનાં ભુકા કાઢ્યા.
છેલ્લે કોઈ નહીને એકલતા આવી મારા હીબકાં ચાલુ કરવા;
કોઈ અંગત રાખે છાનો મુજને એ દાવાનાં ભુકા કાઢ્યા.
આજે નહિ તો કાલે નહિ તો ચાલે નહિ તો માની જઈશું.
મેં પોતાને લાલચાવીને રીંસાવાનાં ભુકા કાઢ્યા.
હું રસ્તા પર નીકળ્યો તો બધા મસ્ત મગન પોતાની ધૂનમાં!
બધાને સામેથી પૂછીને સારા-વાનાં ભુકા કાઢ્યા.
હવે દિવાલનાં કાન ગયા છે, બારીએ આંખો મીંચી કાઢી;
મેં સાવ ઉઘાડું દ્વાર મૂકીને પસ્તાવાનાં ભુકા કાઢ્યા.-
એક કાગળ અને કલમથી જો લખાતું હોય તો
એ કુતરાનું જીવતું હાડપિંજર રોટલી જોતું રહ્યું.
એ ગાયની છે, સમજીને પછી એ રાતભર રોતું રહ્યું.-
એક મસ્ત વાત છે, મારે તમને કહેવી'તી જો, ભૂલી ના જઉં;
એક અમારે બડબડીયા ભાઈ છે.
બાજુની બેઠકમાં બેસી એણે ખાલી માથું ખોતરતા રહેવું.
જાણે આંગળીઓના વેઢા જોડે લમણાજીકમાં ડાલામથ્થો
સાંધા એના સાવ બરડ છે એવું માની ડરતા રહેવું.
ઘૂંટાઈ ગયો છું, ઘૂંટયું એણે ધૂપ-ધુમાડો કરતાં કરતાં;
હાથ બળે એમ નથી ત્યાં સુધી ઈશ્વરને કરગરતાં રહેવું.
એવું નક્કી કર્યું એણે કે નિતરેલાં આંસુ સંઘરવાનાં.
ધાબે તળાવ બનાવી એના તળિયા ઉપર તરતાં રહેવું.
પૂંછ વગરના પ્રાણી બધા અવ્વલ ભાઈ ધમાચકડીમાં.
રઝળપાટની ટિકિટ વગર પણ હરતા રહેવું ફરતા રહેવું.
આપણે શું પંચાત કોઈની? આ તો ખાલી તમને કીધું.
કોઈ અંગતનાં અંગત કિસ્સા તમતમારે ધરતાં રહેવું.-
વડા કરેલી વાતોની કોઈ વાત ઘસી નાખી.
શરૂઆતમાં એવું લખી શરૂઆત ઘસી નાખી.
ઉતરેલી કઢી જેવું મોઢું લઈ ઉભેલા અરીસા સામે;
રૂના પુમડાં નાખી કાનોમાં રજુઆત ઘસી નાખી.
કીધું રાગ-ઢાળ ના બોધ-પાઠ છે જીવન મારે મન તો;
એને સાંભળતા સાંભળતા લાગ્યું જાત ઘસી નાખી.
મેં ખુલ્લી આંખે નહી જોયેલા અજવાળાનાં અક્ષર;
મેં અંધારાની અણી કાઢવા રાત ઘસી નાખી.
અને દિવસે જોયું પરંપરાગત પારંગતમાં પોલું.
એણે ઢોલ ઢબુકતા મૂકી યાતાયાત ઘસી નાખી.
ઢળતી સાંજે પુસ્તક છાપી "ચા પી." નું આપ્યું શીર્ષક;
અદ્દલ પશ્ચિમમાંથી ઉગતા સૂરજની ભાત ઘસી નાખી.
-
છાંયે સૂતો'તો, ગાય ચરાવી;
ઊંધુ ઘાલી, દોટ લગાવી; સામે વાઘ છે!
ભાગ્યો, ભાગ્યો.. થાક્યો પાક્યો;
રાડો નાખી, ટોળું વળ્યું;
પાછળ જોયું; જાણ્યું કે ચશ્મા પર ડાઘ છે!
-
સ્વાભિમાની નનામીએ સૂતો છે પોતાનું કરી લેવા,
કુશળ વ્યહવારુનાં ઘરે પણ વાટકી ઓછી પડી.
જેણે શ્વાસ અને વિશ્વાસ વેડફયા છે અજાણ્યા પર,
હંમેશા પ્રમાણે મદદ એને પારકી ઓછી પડી.
જે કચકડાંના રમકડાંના ગતકડાંનો થઈ રહ્યો,
લાચારી એને પણ ઘણીયે ઠાવકી, ઓછી પડી.
જેણે માનવતાના ધ્વજ ધજાનો વાયદો ઊંચો કર્યો,
ઘેર એના રામ છે; પણ જાનકી ઓછી પડી.-
Being abel to hold grudge is a great symptom!
You should remember,
what you hate the most.
-
આંખો જોવે છે સપના, પાંપણની આડમાંથી;
અજવાળુ નીકળે છે, કેવી તિરાડમાંથી!
-
સવાલ એ નથી, કે જીતની વારતા શું થાય છે.
સવાલ એ છે, કે તમારું હારતા શું જાય છે.-