QUOTES ON #દીકરી

#દીકરી quotes

Trending | Latest
22 DEC 2018 AT 15:28

એકવીસમી સદીના શિક્ષિતો જરા કરો વિચાર,
દીકરા દીકરીના ભેદ નો શા માટે વિચાર?

શાણા બનીને શા માટે કરો છો ભૃણ હત્યા?
નથી માત્ર આ ભ્રૂણ હત્યા, આતો છે બ્રહ્મહત્યા.

છે ચિંતાનો વિષય ઘટતું જતું દિકરીઓનું પ્રમાણ
છે જવાબદાર માતા-પિતા,ડોક્ટર ને સમાજ.

કરે છે શિક્ષિતો જન્મતા પહેલા દીકરીને સ્વર્ગ સીધી,
કરે છે નિરક્ષરો જન્મ બાદ દીકરીને દૂધ પીતી.

શા માટે લો છો દહેજ? લો કંકુ કેરી કન્યા!!
કરો છો શો વિચાર જન્મવાદો કન્યા.

એ માત્ર દીકરી નથી એ તો છે જગતની જન્મદાત્રી,
જન્મવા દેશો દીકરી એની આપો હવે ખાતરી!!!

-


31 JAN 2019 AT 23:15

પરિવારની ઈચ્છાઓ પૂરી કરવામાં,
મારી ઇચ્છા વ્યક્ત કરવાનું જ ભૂલી ગઈ.

લોકોની જરૂરિયાત પૂરી કરવામાં,
મારે શું જોઈએ છે તે કહેવાનું જ ભુલી ગઈ.

બીજાના ચહેરા પર ખુશી લાવવામાં,
મને શેમાં ખુશી મળે છે તે કહેવાનું જ ભૂલી ગઈ.

મમ્મી પપ્પાની પરફેક્ટ દીકરી બનવામાં,
મારા માટે જીવવાનું જ ભૂલી ગઈ.

-



હોય દીકરી
પિતાની કમજોરી,
તાકાત બંને.

-



મા, આ જો હું ઊગું છું,
હળવે - હળવે માટી સરીખી ફેલાઉં છું.
ખુશીનું અશ્રુબુંદ ટપકાવજે,
જો'જે સુવાસ બની આંગણું મહેકાવીશ હું.

મા, હું તારી કૂખની વેલ,
પારકી થાપણ ન કહેતી, કરમાઈશ હું.
મુજ હૃદયે સુકર્મ સીંચજે,
જો'જે બે માતતાતનો કૃષ્ણ બનીશ હું.

મા, જો હું કૈં'ક નીરખું છું,
આ તો તેં વેડફી દીધું એ સપનું સુંવાળું.
હોંશ ભરેલ નેણજોડ અર્પજે,
જો'જે અનંત ઉરમાં અખંડ પ્રગટીશ હું.

મા, તુજની થાય શ્વેત લટ,
એ તો નિશાન મુજ પર ખંખેરેલ નૂરનું.
તું તો છે હરહંમેશ કુંવારી,
કવિતાનાં અદેહ આંસુ સમ છે દીકરી તું.

-



દીકરી તો ભલેને જાય છોડીને સઘળું,
એ તો વિહરતું યાયાવર પંખી રૂપાળું;
એને તમે સમજો આંગણાં કેરો દીપક,
જયાં હશે ત્યાં તો થશે જ અજવાળું.

-


26 APR 2019 AT 12:10

બાપ ની આંખો આંસુથી છલકાઈ જાય છે,
જ્યારે દિકરી ને વળાવવા ની ઘડી આવી જાય છે.

-



હોય એ નાની કે પછી મોટી...
ગણતાં હોય ભલે સૌ એને પારકી...
તોય
થાકેલાં-હારેલાં બાપની હિંમત હોય છે દીકરી...

-



સળગું છું હું,
દીકરા-દીકરીનાં
દ્વંદ્વયુદ્ધમાં.

-



દીકરી જ તો સ્નેહસંબંધોનો મોભારો છે,
બાપનાં જીવનનો એક માત્ર સહારો છે;
હોય ભલે ને દીકરી સૌને માટે દીકરી જ,
પણ એ જ તો પપ્પાનો સાચો દીકરો છે.

-



સાંભળો છો ને પપ્પા...
તમારી આંખોનું સુંદર સપનું છું હું...
મને હકીકતમાં એ સપનું પૂરું કરવા દો ને પપ્પા.
તમારી આંખોનો તારો છું હું...
મને આંસુઓ દ્વારા તૂટવા ન દો પપ્પા.

સાંભળો છો ને પપ્પા...
તમે જ મને આ સુંદર જીવન આપ્યું છે...
એ જીવન મને તમારાં માટે જ જીવવા દો ને પપ્પા.
તમારી જ નાનકડી કળી છું હું...
મને તમારાં જ બાગમાં ખીલવા દો ને પપ્પા.

સાંભળો છો ને પપ્પા...
તમારાં હાથોનાં ઝૂલામાં જ સારું લાગે છે...
એ વિદાયની ડોલીમાં ન ઝૂલવા દો પપ્પા.
તમે ઘણું બધું પુણ્ય કમાયું છે...
એ કન્યાદાનનું પુણ્ય રહેવા દો ને પપ્પા...

-