QUOTES ON #વર્ષગાંઠ

#વર્ષગાંઠ quotes

Trending | Latest
16 AUG 2020 AT 11:33

ઓગસ્ટ મહિનાની ૧૬તારીખ,
આજ થી ૨૮વર્ષ પહેલાં
પ્રીત નાં રંગ માં એક સંબંધ રંગાયો,
લાલ પાનેતર ની શોભા વધારતી હતી,
એ ૧૪ વર્ષ ની નાનકડી છોકરી ;
અને, ૧૬ વર્ષ ની આ નાનકડી ઉંમરે ,
ઘરની જવાબદારીઓને બખૂબીથી નિભાવતો એ છોકરો ;
લગ્ન ના પવિત્ર સંબંધ માં બંધાયાં ,
બે પરિવાર ને એક કરતું એ 'હસ્તમેળાપ' નું ક્ષણ
અને સંબંધ માં વધુ મીઠાશ નો ઉમેરો કરતો એમનો 'પ્રેમ' ;

છેલ્લા ૨૮ વર્ષ એકબીજા સંગ હસતાં-રડતાં , રિસાતા-મનાવતાં , ગુસ્સે થતાં- માંફી માંગતા
વીતી ગયાં હશે,
અને સાથે દાંમ્પત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની
માન- મર્યાદા , બાંધ-છોડ અને સમાધાન ની સમજણ
તેમજ, અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચે નું સમતોલન
એક મધુર દાંમ્પત્ય જીવન માણવાની ગુરૂ ચાવી રહી હશે ,

સમય વીતતો રહ્યો,
અને, એકબીજા માટે પ્રેમ પણ સદા વધતો ગયો,
એકમેક સાથે કેટલીય યાદોં બનતી ગઈ
અને આ સફર ના સંભારણાં ની વચ્ચે
એક સુંદર ફુલ જેવું બાળક એ પણ શ્વાસ ભર્યો
પણ, એ ફુલ એટલું સુંદર અને પાવન હતું
કે, ઇશ્વર એ તેને પોતાના ચરણોમાં સમાવી લીધું..
મારા ભાઈ પછી લગભગ છ વર્ષ બાદ ;
મારું જન્મ થયો,
માં ની પડછાઈ અને,
પપ્પા ની લાડકી દીકરી નાં પગલાં ઘર માં પડવાથી
ફરી બેજાન ઘર એ શ્વાસ ભર્યો...

આ હ્રદય રૂપી ઘર માં,
તમે બન્ને શ્વાસ સમાન છો ;
૨૮ વર્ષ નું આ સંબંધ, અનંત સમય સુધી એવું જ બન્યું રહે,
એવી ઇશ્વર પાસે આરાધના સાથે ;
આપ ને લગ્ન ની ૨૮મી વર્ષેગાંઠ ની શુભેચ્છાઓ !!❤️

-


4 MAY 2020 AT 9:36

માન મર્યાદા ને મોભો સાચવી
તમ પ્રતિષ્ઠા ને વધાવતા આવ્યા છો

વણ માંગી ઈચ્છાઓ ને પારખી
અમારી જરૂરિયાતો પુરી કરતા આવ્યા છો

સાચા ખોટા નો ભેદ ઉકેલી
શિક્ષા નો સાચો રાહ તમે ચીંધતા આવ્યા છો

પ્રેમ લાગણી નું ઝરણું વ્હેડાવી
વ્હાલ નો આખો દરિયો ફેલાવતા આવ્યા છો

નિવૃત્તિ માં પણ પ્રવૃત્તિ ની સાંકળ ગોતી
તમે જીવન નો મર્મ સમજાવતા આવ્યા છો

અમારી life નો real hero બનેલ આપ બન્ને,
જુગ જુગ સાથ જીવો, ખુશ રહો, નિરોગી રહો,
એવું આપના 'લાડકોડ' આપને શુભેચ્છા પાઠવે છે

Happy mrg anniversary MoM_DaD

-


29 APR 2020 AT 10:49

ભાગ્યમાં ભાગ્યવાન મળી, ભાગ્ય મારુ બદલ્યું.
અમ બાગમાં ભૂલકારૂપી ફૂલ ખીલ્યા.
ખુશહાલ કરિયું અમ જીવન નમું તુજને નારાયણી.
શ્વાસ છુટસે આ શરીરથી એ હક વાત છે.
પણ, સંગાથ નહી છુટે એ સાત જન્મનો કોલ છે.


- શેખર

-


23 APR 2020 AT 10:35

Marriage anniversary

તમ જીવો જુગ જુગ હસતા હસતા ઘણી'ય સદી
પામો માન સમ્માન ને સફળતા ના શિખરો ની કીર્તિ

ઈચ્છી એવું, અંતર ના ઉમળકા ને આશીર્વાદ માં મૂકી
વ્હાલ ના દરિયા,ને સાથે એમાં ખુશીઓને રેલમછેલ કરી

તારી લાડલી બેહના ઉભી શુભેચ્છા નું નજરાણું લઈ
પાઠવવા 'ભાઈ ભાભી' ના લગ્ન વર્ષગાંઠ ની વધાઈ !

-


30 NOV 2019 AT 14:15

આગમન તારું કંઈક એમ થયું
મારા શમણાંને એક બહાનું મળ્યું

ખીલવા ફૂલો ને ઝાકળ ઉગ્યું
એવું જ તે એક સ્વાગત કર્યું

સ્નેહ સંગાથ માં સમય વીત્યું
એકમેક બની બે વર્ષ પૂર્ણ કર્યું

પ્રેમ ને મીઠડું સ્મિત જડ્યું
ને તારા માં મારુ ગીત બન્યું

-