પોતાની જ માં વિશેની રચના વિચારી આંખો રડી પડી ,
જ્યારે એક દીકરીની પોસ્ટમાં આજના દિવસે પિતાની મહાનતા જડી ...
જો એકલા હાથે ઘડતર કરવા વાળી દરેક માં જીજાબાઇ હોય,
તો માતા ના ગયા પછી ઘડવા વાળા દરેક પિતા પણ રામ છે .-
અપાર સ્નેહ
લાગણીનું ઝરણું
એ પિતા હોય
કરુણા મૂર્તિ
મમતાની સરિતા
એ માતા હોય
પિતાને તુલ્ય
વાત્સલ્ય ધરોહર
એ ભાઈ હોય
માતાને તુલ્ય
સુખદુઃખની સાથી
એ બે'ના હોય
અતિ અમૂલ્ય
નહીં રક્ત સંબંધ
એ મિત્ર હોય 🙏🏻
Jagu kaila
-
માતા સમ ન વીરડી.. પિતા સમ તરૂવર ન કોઈ..!!
બસ એટલુ હુ જાણુ,, અેમના તોલે ઈશ્વર પણ ન હોય.-
બધો જ થાક શોષાઈ ગયો મારો
મળ્યો મને માના ખોળાનો સહારો
-વૈશાલી ગોસ્વામી
-
તું ફક્ત આજે Mother's Day ઉજવીશ??
હરરોજ other ''s Day એ મહત્વ કેમ નહીં?
તારો હર અેક શ્વાસ એની તો જ દેન છે ...??
આજ ના દિન ની યાદ હરરોજ કેમ નહીં...!! 🙏🏻-
ગાલગાગા ગાલગાગા ગાલગા
માત તારો હાથ સિર પર રાખજે,
માત મારા કષ્ટ સઘળાં ટાળજે.
દુખ ભલે હો જિંદગીમાં ડર નથી,
સાથ મારો હર ઘડી તું આપજે.
હો ભલે મારા નસીબે કંટકો,
ફૂલ તારા પ્રેમનાં બીછાવજે.
આપના આશિષથી છું અાજ હું,
અામ મારુ તું સદા શુભ વાંછજે.
હે પ્રભુ ! એવી કરું છું પ્રાર્થના,
જન્મ મારો આ જ ખોળે લાવજે.
-
એ ...છે ..મા.....
જગમાં જેને જન્મ જ આપ્યો તે છે મા,
પોતાના અંગમાંથી સર્જન કર્યું તે છે મા,
પોતાનું સર્વસ્વ જ સમર્પણ કર્યું તે છે મા,
પાળી પોષીને જતન જ કર્યું તે છે મા,
અનેક સ્વપ્ન આપણી અાંખમાં રોપ્યા તે છે મા,
ઉડાન માટે આકાશ ધરે તે છે મા,
હતાશામાં હામ જ ધરે તે છે મા,
આંખમાંથી અમી જ જરે તે છે મા ,
દિલથી દુવા જ દે તે છે મા,
આપણા સુખે સુખી તે છે મા,
આપણા દુ:ખે દુ:ખી તે છે મા,
આપણા કષ્ટોને કાપે તે છે મા,
જેના ચરણોમાં ચારે ધામ તે છે મા,
મારા માટે સાક્ષાત દેવી એ છે મારી મા.
-
મા.... ✍️
શબ્દ નાનો પણ તાકાત કેટલી...! પૂરા સંસારની તાકાત ઈશ્વરે આ એક વ્યક્તિમાં ભરી દીધી છે.. Super Power... સો શિક્ષક બરાબર એક માતા.. શિક્ષકની જેમ ભણાવે, ડોક્ટરની જેમ સારવાર કરે.. મે નજરે જોયેલું છે કે જે ડોક્ટર માટે અશક્ય હોય એ મા શકય કરી આપે છે..
Read in caption... 🙏🏻-
માતા :
સંતાનોનાં હર એક શ્વાસની છે દાતા,
સંતાનની હર એક કુશળતાની વિધાતા,
સંતાન માટે પ્રાણને હોડમાં મુકતાં ન અચકાતાં
એવી જગતગુરુ એ હર સંતાનની જન્મદાતાં
-
નિ:શબ્દ ..✍️
એ ..
ખૂબ રૂપાળી ,
આંખોથી પ્રેમ છલકે,
હરપળ અમૃતની હેલી વરસે,
હૈયાની ધડકન મારા માટે ધબકે ,
નિઃશબ્દ એના ગુણ જાગુ' શું વર્ણવે!
સદ્દનસિબ થઈ માતાના ચરણે, નમું હું નતમસ્તકે.
-