બા ના ચશ્માં,
બા નું ચોખઠું,
બા ની સાડીઓ,
બા નો મોબાઈલ,
બા ના ધાર્મિક પુસ્તકો,
બા એ સાચવેલ કાન્હાના વાઘા,
બધું જ તો અહી છે, પણ બા ક્યાં ??
દેર-દેરાણિના માઁ સમાન,
ભાઈ બહેનમાં લાડકાં,
ભાણેજીયા, જમાઈની ચિંતા કરનારા,
હવેલીની મંડળની સખીઓના બા,
અને સંતાનોના લેટેસ્ટ બા,
આખરે છે ક્યાં ??
સદા હસતા અને હસાવનારા બા,
સૌ ને રડતાં છોડી
નિકળી ગયાં અનંતની યાત્રામાં !!
-
બા
____
વ્હાલ નો દરિયો કે પછી હેત નો ખોળો
શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો
શું કહું હું તમને બા ?!
પ્રીત નું ભાણું કે પછી લાડ નો લાડવો
શું કહું હું તમને બા ?!
વાર્તાઓ માં મિત્ર કે પછી હાલરડાં નો હીંચકો
વાંક માં ઉપરાણું કે પછી વગર વાંક નો દિલાસો
શું કહું હું તમને બા ?!
-
આપણને નાનાથી મોટાં કરનારી અને આપણી કાળજી લેનારી આપણી “માં” હોય છે...
આપણી સોબત ક્યારેક-ક્યારેક મજા-મસ્તી કરનારી આપણી “બહેન” હોય છે...
નાના હોઇએ ત્યારે ન ચૂકતાં આપણને દરરોજ નાની વાતો કહેનારી આપણી “દાદી” હોય છે...
લગ્ન થયાં પર આપણી પાછળ ઊભી રહેવા “તે” હોય છે...
સમયે સમયે જુદાં જુદાં રૂપમાં આપણને સંભાળનારી “સ્ત્રી” જ હોય છે...-
જૂની રીત ને નવો માર્ગ,
સંસ્કારોનું સિંચન ને અઢળક વહાલ.
પહેલાં રમતમાં ને હવે નિણૅયો માં,
જેનો રહે હંમેશાં સંગાથ.
સુખ માં કે દુ:ખ માં હસતો રહે ચહેરો સદા,
આવું અનોખું વ્યક્તિત્વ એટલે 'દાદા'.
જેની ધૂંધળી આંખો માં છલકાતો પ્રેમ,
કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી.
જેના સૂકા હોઠો કહે અનોખી વાર્તા,
વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ.
પરીવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે 'દાદી'.-