6 AUG 2019 AT 10:53

પીછું ખરી પડે તેમ
દિવસો જુદાઈના જાય છે
ને યાદ અપાવે છે
તારો મિઠો મિઠો ' સ્પર્શ '
ને ભીતરની ભીતરની ભીતર ક્યાંક
મીઠાં ઉજાગરાથી છલોછલ
પ્રતિક્ષા કરતી મારી નજર
અશ્રુઘર ની બારી બહાર જાણે કોઈ
આગંતુક ની... ( મધરાતે સૂર્ય થી થતા ધરતીના અજવાળાની!) તારી...
રાહ જુએ છે
અને મનના ઉઝરડા પર પણ
અવિચળ શ્રદ્ધા રાખી
વ્યતિતને વાગોળે છે
અનુભવેલા અલ્પનોય જાણે
વિસ્તાર શોધવા બેસે છે

- Wings ❤️