વર્ષા ના મૌસમ માં હૃદયમાં મોકાણ થઈ ગઈ,
કલ્પના તારી મારા માટે સોનાની ખાણ થઈ ગઈ,
તારી માત્ર યાદો ઊગી મારા હ્રદયફલક પર
તારા મીઠાં મધુરા સ્પર્શની તાણ રહી ગઈ,
છાંટે છાંટો ભોંકાય છે મને તારા વગર,
આ ૠતુ જાણે ભિષ્મનો શરીરવેધ કરતું બાણ થઈ ગઈ,
છુપાવીને રાખ્યા તા ઝખ્મો મારા મેં દુનિયાથી,
આ વાદળ થોડું વરસ્યા,ને ગામ આખાને જાણ થઈ ગઈ,
મારા શરીરને તો ખૂબ પ્લાલ્યું આ વરસાદે,
બસ લાગણીઓ ભીંજાવાથી અજાણ રહી ગઈ,,,- વોરા આનંદબાબુ"અશાંત"
3 AUG 2019 AT 18:09