9 AUG 2019 AT 23:24

ઉભા બાજરા જેવું અભિમાન છે,
કાલ વઢાશે, એને ક્યાં ભાન છે,
સોય ની અણી સમ તારી હયાતી,
સાવ ખોખલું તારું ગુમાન છે,

શ્રદ્ધા ની ડાળે સુકવેલા અરમાન છે,
સફળતાનાં દ્વારે સતત ધરેલા કાન છે,
મંજિલો એ પણ ચૂમવા પડશે મારા કદમ,
મારી જીદથી એ પણ સુપેરે સભાન છે,

મારી ખેલદિલી જ મારું સ્વમાન છે,
દુશ્મનોને પણ મારે માટે ભારોભાર માન છે,
મૃત્યુ ઢીલું પડે છે,મારી અકડ જોઈ,
બાકી એને માટે તો સૌ સમાન છે......

- વોરા આનંદબાબુ"અશાંત"