તું પાછી નહીં ફરે એની ખાત્રી છે મને,
તોય નદી આવતા સિક્કો જરૂર ફેંકાય છે,
કેટલીક વાસ્તવિકતા નાસ્તિક હોય છે,
મોડે તો મોડે પણ સૌને આ સત્ય સમજાય છે,
એકલો એટલે પડ્યો છે માણસ આજે,
પુલ બાંધવાને બદલે ભીંતો ચણાય છે,
કલમ આજકાલ નિચોવે છે કેટલીય શાહી,
પણ સત્વ ને તત્વ વિનાનું કયા છપાય છે,
કેવી આ દોર બાંધી ચગ્યો તો હું આકાશે,
થઈ સહેજ ખેંચ ને ભારોભાર ઠીલથી કપાય છે..- વોરા આનંદબાબુ"અશાંત"
19 AUG 2019 AT 1:01