25 MAY 2019 AT 19:38

સુરત ની સૂરત સાચે જ આજે બગડી ગઈ,
કોઈ ના ઘર નો હીરો,તો કોઈ ની સોનાની લગડી ગઈ,
વાંક કોનો ને દોષ કોનો કાંઈ સમજાતું નથી,
પણ ખરેખર માનવજીવન ની કિંમત ગગડી ગઈ,

ગુમાવ્યા કુમળાં બાળકો કોઈ કે, ને કોઈ ને આવક તગડી થઈ,
ભ્રષ્ટ થયું તંત્ર,ને વ્યવસ્થા આખી ખખડી ગઈ,
માસુમો ના જીવ લઈ કેમ ભરી તિજોરીઓ,
હવે તો લાગે છે,લાગણીઓ પણ સાવ સડી ગઈ,

ક્યાંક સાચી નીતિ ને નિષ્ઠા તળિયે અડી ગઈ,
ક્યાંક એક જવાની,એક જીવ બચાવવા લડી ગઈ,
ભલે બાંધી પામર માનવી તે ઊંચી મિનારો,
પણ દયા ને પ્રામાણિકતા ની ઇમારત આજ નીચે પડી ગઈ,

રાંડ્યા પછીનું ડહાપણ મેળવવાની આદત પડી ગઈ,
આપણને સૌ ને બીજા ને કોષવાની તક સાંપડી ગઈ,
પણ ક્યાં સુધી આમ કોક ના વાંકે કોક મરશે,
આતો આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો,એ આદત નડી ગઈ,

- વોરા આનંદબાબુ"અશાંત"