મંજિલો મને એવી મળવા દોડી હતી,
કિસ્મતની કિમંત આંકી મેં ,કોડિ હતી,
મહેનતને માથે મેં એવી લકીરો દોરી હતી,
મારા નસીબની પાટી તો સાવ કોરી હતી,
પામવાને ધાર્યા લક્ષ્યો, રસમો જૂની તોડી હતી,
પામવાને એ મુકામો,કેટલીય મહેફિલો છોડી હતી,
એકલો નોહતો આ પંથે,ખુદ સાથેની જોડી હતી,
પોહચ્યો ત્યાં રમતમાં,જ્યાંની દુનિયા એ આશ છોડી હતી.
આભે બાંધીતી દુશ્મનોએ અવસરની માટલી,
અમે પુરૂષાર્થ ને એક જ કાંકરે એને ફોડી હતી....
- વોરા આનંદબાબુ"અશાંત"
3 AUG 2019 AT 20:56