મને માનવી ને અંધકાર માં જોવો ગમે છે,
જ્યા એ રંગભેદ ની નીતિ અપનાવી નથી શકતો...
મને માનવીને તસ્વીરમાં જોવો ગમે છે,
જ્યા એ વિતેલ ક્ષણો ની યાદ દફનાવી નથી શકતો...
મને માનવી ને ખીલેલા બગીચામાં જોવો ગમે છે,
જ્યા એ તોડ્યા સિવાય ફૂલો ને કરમાવી નથી શકતો...
મને માનવીને જિદ્દી બાળક સાથે જોવો ગમે છે,
જ્યા એ કૈક કાલાવાલા છતાં એને માનવી નથી શકતો...
મને માનવીને ઈશ્વરના દરબારમાં જોવો ગમે છે,
જ્યા એ કોઈના ગુનાની સજા જાતે ફરમાવી નથી શકતો...
મને માનવીને ભૂતકાળની ગલીઓ મા જોવો ગમે છે,
જ્યા એ વીતી ચુકેલી ક્ષણો ને ફરી વિતાવી નથી શકતો...
મને માનવી ને એકાંતમાં જોવો ગમે છે,
જ્યા એ અન્ય કોઈને સતાવી નથી શકતો...
મને માનવી ને સુખ ના ઉંબરે જોવો ગમે છે,
જ્યા એ દુઃખ ના તોરણ સજાવી નથી શકતો.....
વોરા આનંદબાબુ....લખ્યા તારીખ..13-11-2010..શનિવાર..રાત્રે 2 વાગે...7મા સેમ ના રીડિંગ સમયે...
- વોરા આનંદબાબુ"અશાંત"
8 JAN 2019 AT 20:09