8 NOV 2019 AT 21:34

મારી વ્હાલી દીકરી માટે
તરસ ખૂબ વધી તી અમારી,તું મીઠું ઝરણું થઈ ને આવી,
આશાઓ આથમસે એમ હતું, તું દ્વાર ઉગમણું થઈ ને આવી,

લાખ કંડાર્યા તા કોડ અમે અમારા હ્રદયફલક પર,
જેને પુરા થતા મન ખીલી ઉઠે,તું એ શમણું થઈ ને આવી...

જેટલું કર્યું તું અમે પાવન પ્રેમનું રોકાણ હૃદયપૂર્વક,
એટલું જ વ્હાલનું વળતર,તું બમણું થઈ ને આવી...

ડૂબવાને આરે હતી અમારી માંડ ટકેલી શ્રદ્ધા ,
એવે સમયે અમ જીવનમાં,તું તરણું થઈ ને આવી,

થીજી ગયેલી ખુશીઓ ને લાખ ફૂંકો મારી અમે,
આખેઆખું ઓગાળે એવું,તું તાપણું થઈ ને આવી,

- વોરા આનંદબાબુ"અશાંત"