20 JUL 2019 AT 1:08

મારી સ્થિતિપ્રજ્ઞતા ને તારો પ્રેમ અભડાવે છે,
તારી ગેરહજારીનો ઝુરાપો ધોધમાર નવડાવે છે,
અસ્પર્શી રહેવાના મારા ઈરાદાઓને કોણ સમજાવે,
કે પળનોય વિરહ,મને ઈશ્વર સાથે ખૂબ લડાવે છે....

હળવોય તારી યાદોનો સ્પર્શ ગજબનો નશો ચડાવે છે,
દિવસોના ભુખ્યાજન ને જાણે કોઈ પ્રેમથી ખવડાવે છે,
તારા વિના પણ ઘણું જીવી લઈશ, એ વહેમ હતો મારો,
સાવ અમસ્તું તારું સ્મરણ,હવે ચોધાર આંસુએ રડાવે છે....

ફાવતું નથી તારા વિના જીવવું,મન મારુ પરાણે ફવડાવે છે,
તારા એકડાની ગેરહાજરી મને શૂન્ય હોવાની યાદ દેવડાવે છે,
મારો ઈશ્વર પણ હવે ચિંતામાં છે,
કે તું એની ભક્તિમાં ભાગ પડાવે છે....

- વોરા આનંદબાબુ"અશાંત"