29 JUN 2019 AT 20:42

મારા શરીરે કરચલીઓ ઉગાડવામાં,
જવાબદારીઓ જવાબદાર છે,
મૃત્યુ ને હું હવે છીએ વેંત છેટા,
અધૂરી ઇચ્છાઓનો ભાલો છાતીની આરપાર છે,

મેં દિનમાં દિઠેલાં સપના,
સંતાન ની આંખમાં સાકાર છે,
ઓગાળી દીધેલી મારી આ જાત,
હવે અસ્તિત્વ વિનાની નિરાકાર છે,

સઘળું ભલે સોંપ્યું હો દિલથી,
કાઈ એમની પાસે માગ્યું તો ખબરદાર છે!
મારી લથડતી લાગણીઓ ને કાપતી,
એમની નિષ્ઠુર તલવાર ધારદાર છે..

- વોરા આનંદબાબુ"અશાંત"