10 AUG 2019 AT 1:12

ક્યારેક મારાથી આવું થઈ જાય છે,
મૌન મને પકડી રાખે,ને બેફામ શબ્દો વહી જાય છે,

મંદિરે ચડાવું પ્રસાદ ને મસ્જિદે ચાદર ચડાવું,
ને બહાર કોક બાળ સાવ ભૂખ્યું રહી જાય છે,

હું દિવાળી ને મારે ઘેર તેડાવું,
ને કોક ના ઘેર અંધકાર રહી જાય છે,

ભરી પેટ,ભર્યા ભાણે લાત મારુ,
ને કોકની ભૂખ કાયમ વાટ જોતી રહી જાય છે,

સગવડોની ઇમારત અનીતિ ને પાયે ચણું,
ને કોક અગવડોની આરાધના કાનમાં કહી જાય છે,

મળે તે,ત્યારે અનરાધાર વાપરું,
ને કોક સાવ એના વિના કોરુંધાકોર રહી જાય છે,

સહેજ મળી પ્રસિદ્ધિ કે હવામાં ઊંડું,
ને કોક જ્ઞાનના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે,

- વોરા આનંદબાબુ"અશાંત"