5 JUL 2019 AT 18:27

કશીશ ને ઇશ્ક બેય એકસાથે છે,
મન મારુ આ તડપને પરાણે નાથે છે,
ઈશ્વર વામણો પુરવાર થયો પ્રેમદરબારમાં,
ઉદ્ધાર મારો હવે તારે હાથે છે,,,,

શ્વાસનો લય તારા શરીરના સંગીતની સાથે છે,
હયાતી મારી તારા અસ્તિત્વની સંગાથે છે,
મને છોડી ભલે તરછોડ્યો તે પ્રેમને,
પણ મારો પ્રેમ શાશ્વત રહે એની જવાબદારી મારે માથે છે,

મારા કસતી નું અંતિમ સ્થાન તારે કાંઠે છે,
તારી ચાહત મારા હૈયાના રૂમાલની ગાંઠે છે,
હ્રદયમંથન નું અમૃત છો ને તે પીધું,
હળાહળ વિષ તો મારે આકંઠે છે.....

- વોરા આનંદબાબુ"અશાંત"