જ્યારે કોઈ હેવાન ગિધ્ધ તારા શરીર ને ચૂંથે,
બાયું જેવા હ્ર્દયવાળા, ભાયડા ના માથા ઝુકે,
તારા દેહ સાથે બળતી માણસાઈ,મનેય બાળે,
આવા વાતાવરણ માં ,સ્ત્રી જીવનમાળો કેમ ગુંથે.
તો જ અટકશે આવી બર્બર ઘટનાઓ,
કોક સ્ત્રી જો જાતે બારુદ થઈ હેવાનો ને ફૂંકે,
ભાષણો, સભાઓ,ને વાર્તાલાપો બહુ થયા,
દઈ દયો બે ચાર ને ખુલ્લેઆમ બંદૂકે,
મર્દ હોય તો માપમાં રે,સમજાવો એમને,
ના સમજે ,ચીરો શરીર,નાખો નમક,ભલે પછી દુખે.- વોરા આનંદબાબુ"અશાંત"
30 NOV 2019 AT 20:01