જન્મ આપી મને ,જેણે એની કુખે,ધન્યતા બક્ષી છે,
એ મુજ માત આગળ તો સ્વર્ગની ગરિમા પણ સસ્તી છે...
જેના હાથની આંગળી ઝાલી જોઈ છે અપઘડી આ દુનિયા,
એ પિતૃ આગળ તો ખુદાની પણ શું હસ્તી છે...
કેવી રીતે ટકી ગયો ઘોર કલિયુગ મા આ ""અશાંત"",
બાકી એનું જીવન તો સારા માણસો એ લીધેલી તસ્દી છે...
શબ્દકોશ મા શબ્દો રહ્યા નથી એમનો આભાર માનવાને,
મિત્રો અને આપ્તજનો એ તો ઈશ્વરે આપેલી શક્તિ છે...
દેવાદાર થયો છું આપ દાતાઓથી આ નાનકડા જીવનમાં,
ના ભુલાય ઋણ એમના માટે,એમની મારા હૃદય માં તકતી છે...
સાથ આપો સદા તો સફળતાના શિખર પર બેસવાનો ઈરાદો છે,
આભાર માની ભાર ઉતારવા,આતો મેં રચેલી બે ચાર પંક્તિ છે...
વોરા આનંદબાબુ......
મારા ત્રેવીસ માં જન્મદિને અંગત જનો નો આભાર માનવા રચાયેલ પંક્તિઓ.. લખ્યા તારીખ..14/11/2009...1.36.A.M. શનિવાર
- વોરા આનંદબાબુ"અશાંત"
3 JAN 2019 AT 0:34