20 JUL 2019 AT 22:48

હું મને પોતાને ક્યારે મળીશ,
આ દોરંગી દુનિયામાં કેમ ભળીશ,
સત્ય છે સૌના નોખા નોખા,
અસત્ય સાથે જાતને કેમ છળીશ....

આ સાચું ને પેલું સાચું એવું થયાં કરે,
સ્વીકારી લેને જેમ છે તેમ,માંયલો મને કહ્યા કરે,
મુક બધી આ સમજણ ની પણોજણ,
વહેવા દે ઝીંદગી જેમ વહ્યા કરે.....

સૌના ચોકઠામાં જીવવાની સૌને આદત છે,
ધારેલું તો ધારેલું દરેક ને પોતાનું આગવુ સત છે,
તારા મન ને માત્ર એટલું સમજાવ,
માનવતા ને મેહકાવે ,એ તમામનું અહીં સ્વાગત છે....

- વોરા આનંદબાબુ"અશાંત"