હું જીવું છું એવો મને પાક્કો વહેમ છે
ફુરસત ક્યાં, જાત ને પૂછું,કે ભાઈ તું કેમ છે?
અન્યને રાજી રાખવામાં દિવસ ની રાત પડે છે,
જાતને સાચવવાના અભરખા એમને એમ છે,
લોકો ની લાગણી સાવ બુઠ્ઠી થઈ ગઈ છે,
આભાર વ્હાલા તારો, મારી લાગણી હેમખેમ છે,
મારે મન પ્રેમ અવ્યક્ત શ્રદ્ધા નો વિષય છે,
લોકો ને મન સાવ અંધાધૂંધ રમાતી ગેમ છે,
પગલાં પડે મારા જ્યાં આપના ફળીયા માં,
સફાળા થઈ તમે જાગો,હજીય શુ આપણી વચાળે પ્રેમ છે?- વોરા આનંદબાબુ"અશાંત"
23 AUG 2019 AT 23:55