14 AUG 2019 AT 17:46

એને માટે હું સાવ સૂકો જણ છું,
એને ક્યાં ખબર,દરિયા પી ને બેઠેલું રણ છું,

એક ઈશ્વરે ઘડેલા મનેખ માં ભેદ શુ જોવો?
બહુ થોડા માં વધેલી આવી સમજણ છું,

પ્રભુ ને પ્રિયે બેય વચાળ અંતર શૂન્ય છે,
બેય ના ચરણોને પખાળતી રજકણ છું,

સતત કોઈની જઠરાઅગ્નિ ઠારું છું,
કોઈ સજ્જને ચબૂતરે નાખેલી ચણ છું,

વિખરાયેલા સંપ્રદાયો ની વચ્ચે કેમ જીવવું,
હું ફકત માણસાઈનો ભકતગણ છું,

પતિને દેશચરણે ધરી,નિરાધાર થઈ,
દીકરાને સહર્ષ સરહદે મોકલતું કાળજું કઠણ છું,

આજકાલ તો પ્રભુના ઘર પણ સહે છે ઘા ઘણા,
આવા કંઈક ઘા,અનિચ્છાએ ઝીંકી,સ્વયં પીડાતો ઘણ છું,

- વોરા આનંદબાબુ"અશાંત"