ચાલ આજ મારી જાતને માપું,
તું ફેક પથ્થર ને હું ફૂલ આપું.
ચાલ આજ મારી જાત ને માપું...
આપ ભલે તું પાંચિયું પ્રેમ નું,
તને હું આખુંય અસ્તિત્વ આપું.
ચાલ આજ મારી જાત ને માપું...
પળનો ય સમય ન હોય તારી પાસે,
તોય તને પળેપળ મારા રૂદિયા માં રાખું.
ચાલ આજ મારી જાત ને માપું...
કોઈ ના જુઠ્ઠાણા પર જીવ્યો જિંદગી,
થયું હવે સત્યનો સ્વાદ ચાખું.
ચાલ આજ મારી જાત ને માપું...
નકલી મુખોટા થી લોક છુપાવે અસલિયત,
પણ હું કરું હવે મન ની શુધ્ધતા નું પારખુ.
ચાલ આજ મારી જાત ને માપું...
વોરા આનંદબાબુ......- વોરા આનંદબાબુ"અશાંત"
7 JAN 2019 AT 22:45