બસ બેંકનું કામ ને તારી યાદ ખૂટતાં જ નથી,
વળગણ છે વર્ષો ના એવા કે તૂટતાં જ નથી,
અમે તો પળ ભરમાં ખોળી નાખ્યો પ્રણય નો ખજાનો,
પણ તમે છો એવા સંકોચમાં,કે લૂંટતા જ નથી,
વ્હાલ ને વ્યવસાય બેય અગત્યના છે,
સાચવજો સંબંધો એ તો સત્યના છે,
સંતુલન રાખી જીવશો બેય વચ્ચે,
તો કોક કહેશે,એ આ માણસો તથ્યના છે,
અઘરી છે સૌને સાચવવાની કળા,પણ શીખવી પડશે,
ગમે તેવા ઘાવથી લથબથ હો કલમ,કથા લખવી પડશે,
મૃત્યુંના ટોડલે આવીને ઉભી છે ,જિંદગી ની જાન,
અણગમા, અજંપા,અસ્વીકારની વચ્ચેય એને પોંખવી પડશે..- વોરા આનંદબાબુ"અશાંત"
18 MAY 2019 AT 0:25