અત્યાર સુધી ભલે ભણ્યા સ્પર્શની ભાષા,
છોડી દેજો હવે, કોઈનીય નિકટ જવાની આશા,
તું હમણાંથી કુદરત હારે રમતો શકુનીની બાજી,
કુદરતે અવળા કર્યા, તારા બધા પાસા,
થોડું સ્વબળે કર્યું એમાં તો અભિમાન આવી ગયું,
ઈશ્વરે ઠગારી કરી તારી ઈશ્વર થવાની આકાંક્ષા,
તે કર્યો શ્રદ્ધા નો અંત ને તર્ક ની શરૂઆત,
એટલે ભક્તિ ક્ષેત્રે તને સાંપડી નિરાશા,
બ્રહ્માંડના સેંકડો અણુ માનો એક અણુ જ છે તું,
રહેવા દે તારી બ્રહ્માંડને જીતવાની મહત્વાકાંક્ષા,- વોરા આનંદબાબુ"અશાંત"
16 AUG 2020 AT 10:17