આ રવિવાર ને હવે થોડો લંબાવો યાર,
ઉધાર તો ઉધાર, નિરાંત થોડી મંગાવો યાર,
સરકી જતા સમય ને સ્મૃતિની લાંચ આપો,
કેમેય કરી ધીરો થાવા એને શરમાવો યાર......
સતત વ્યસ્તતાની વચ્ચે આરામ થોડો ફરમાવો યાર,
માંડ મીંચી છે આંખો,આટલો જલ્દી ના ઉઠાવો યાર,
કંડકટર ની જેમ સતત પ્રવાસ,પણ પોહચાતું ક્યાંય નથી,
આ સાવ સરળ સત્યને, મનને કોક વાર સમજાવો યાર.....
કાયમ દોડાવતી આ જિંદગીના ફરમાનો ફગાવો યાર,
કામ કામ બહુ કર્યું,આરામ નો મહિમા ય ચગાવો યાર,
સઘળું પામીને પણ,ભીતર નો પ્યાલો ભરાતો નથી,
બહારની ભાગદોડ ભૂલી,ભીતર ને એકાંતથી સજાવો યાર,- વોરા આનંદબાબુ"અશાંત"
2 JUN 2019 AT 19:34