।। તુંજ વિણ ।।
તન્હાઈ ની મૌસમ અને એકલતા ભરેલા દિવસો ને રાત છે..
તું સાથે નથી પણ તારી યાદ હરદમ મારી સાથ છે..
તને જલ્દી જોઈ લવ, આંખો ને હાલ એક જ આ ફરિયાદ અને આસ છે..
આખુંય જીવન તો જંજાળ છે "સુજાતા" બસ એક તુજ તો જીવન નો અર્થ ,આસરો અને શ્વાસ છે ..
તને વિચારું તને વાગોળું..તારા પર મરું હું તારા થી જીવું !!
અરે તુજ મારી સાંજ તુજ સવાર છે..
અને બેરંગ જીવતર લાગે તારા વગર જાણે હજારો ની ભીડ માં પણ એકલો ઊભેલો આ "વિશાલ" છે..
તન્હાઈ ની મૌસમ અને એકલતા ભરેલા દિવસો ને રાત છે..
તું સાથે નથી પણ તારી યાદ હરદમ મારી સાથ છે..-
જીવતો હતો જે જિંદગી સુકુન થી એનો આખોય દિવસ આજે દોડ_ધામ માં જાય છે ..
અને જમવામાં જોઈયે જેને રોજ કંઇક નવું ,
એનું પેટ આજે બરેલી રોટલી અને કાચા પાક્કા અધકચરા શાક થી ભરાય છે ..
લોકો ની ભીડ માં ભમતા વિશાલ ને આજે ફરી એકલતાનો એહસાસ થાય છે,
દિવસભર ની એકલતા, બેચેની અને થાક રાત્રે પથારી માં પડયેજ શાંત થાય છે..
ક્યારેક હજારો વિચારો નો વંટોળિયો ફરે છે આ મગજ માં ,
કોઈ સમજતું નથી..
કોઈ સમજાવતું નથી..
ત્યારે આ મન ને મનમાં ને મનમાં સમજાવાય છે..
છતાં મુખ સ્મિત ધરી વિહરું છું વિશાલ,
મને જિંદગી એ શીખવાડ્યું છે કે હરેક સંબધ અને હરેક પરિસ્થિતી માં માણસ ક્યાંક ને ક્યાંક ઘવાય છે ..
💫-
Dear wifey 🤍..
દિવસો વિત્યા, મહિનાઓ વિત્યા ને વર્ષ નો આજે અંત થયો..
આમ જ વીતતાં સમય સાથે પ્રેમ મને તારી સાથે અનહદ થયો..
ક્યારેક કંટાળ્યો જો હું જિંદગીની પરેશાનીઓ થી,
તારી સાથે કરી વાત તો સુકુન નો એહસાસ થયો ..
Thanks a lot for your love, care and for lots of respect 💖
હા જાણું છું હું ..
ક્યારેક ઊંચા અવાજે વાત તો ક્યારેક irritated થય ને હેરાન કરું છું ..
Mood swings તારા કરતાં મારા વધારે છે હેને? રોજ નવી ફરિયાદ કરું છું ..
Over thinker છું હું નત - નવા નાકમાં વિચાર કરું છું..
પણ હું તારા પર મરું છું ને તને અનહદ પ્યાર કરું છું ..
Love you so much dear gharvadi..
In 2024 , 2025 ,2026, my whole life, i will try to give my best to make you happy forever ..and my life is dedicated to uh my love..
Love you so much ❤️-
મહિનાઓ ની દુરી.. આ તન્હાઈ નો એહસાસ..અને તારી યાદો નો વરસાદ અત્યંત અને અપાર છે ..
વેરાન દિવસો.. આ સૂની રાતો..
બેરંગ જિંદગી અને અધૂરી ખ્વાહિશઓ હજાર છે ..
અધૂરું અધૂરું અને કંઇક ઓછપ જેવું લાગે છે આ જીવતર..
તારા વિણ તો જાણે આ આખુય જગત નીરસ અને બેકાર છે ..
મારી જિંદગી નો અર્થ હવે ખાલી એટલો જ રહ્યો "suj🥀"
કે તું , તારી યાદો અને દિલ માં તારા માટે અતૂટ.. અત્યંત અને અપાર પ્યાર છે.. 🤌
-
Dear Life partner 🫂..
આ જિંદગીની સફર માં હું તારો સાથ આપીશ ..
તારા સુખ માં મારું સુખ અને તારા દુખે મારી આંખો ને હું ભીનાશ આપીશ ..
પ્રેમ ભરપૂર, સદાય છલકાતી ચાહત , અને તારા ચહેરા ને કાયમ મુસ્કાન આપીશ ..
મારા માં બાપ ને તું સાચવે અને તારા માં બાપ ને પણ મારી સેવાની હું આશ આપીશ ..
એક એક દિવસ કરી આખી જિંદગી વીતી જશે..
પણ હું આ એક જનમ નય હરેક જનમ બસ તારો જ એક સાથ માંગીશ..
ઉતાર અને ચડાવ તો જિંદગી માં આવે ને આવશે..
કોઈ હોય કે ના હોય હું છું તારી સાથે સદાયે એ એહસાસ આપીશ ..
અને પ્રેમ મોહબ્બત આપવી સાવ સેહલી છે દોસ્ત ..
હું તો તને જીવનભર ઈજ્જત આબરૂ અને સમ્માન આપીશ ..
આ જિંદગી ની સફર માં હું તારો સાથ આપીશ ..
તારા સુખ માં મારું સુખ અને તારા દુખે મારી આંખો ને હું ભીનાશ આપીશ ..🙌🤞
Love uh 🤍..-
હા હું તને યાદ કરું છું..
હર પળ હર ક્ષણ તારી યાદો ના વહેણ માં તરું છું ..
હા હું તને યાદ કરું છું..
તારા વગર જિંદગી માં ખરેખર કંઈ મજા નથી હોતી ..
પણ કરું તો કરું શું કઈ હરેક દર્દ ની દવા નથી હોતી ..
અને તું સાથે નથી તેમ છતાં રોજ તારા પ્રેમ માં હું થોડો થોડો પળુ છું..
હા હું તને યાદ કરું છું ..
હસી - મજાક હોય કે લપ - લાવરી બધું તારી સામે કર્યા કરું છું ..
હા હું તને યાદ કરું છું ..
હું અહીંયા ફરું ક્યારેક ત્યાં ફરું..
પણ દિલ માં તને લઈ ને ફરું છું..
હા હું ચોવીસે કલાક બસ તને યાદ કરું છું ..
આ દૌલત.. સોહરત.. આ જમીન.. જાયદાત અને પૈસો મારે કંઈ ના જોઈએ..
હવે તો આખુંય જીવતર હું "સુજાતા" તારા નામે કરું છું..
હું મારા હરેક શ્વાસે બસ તને યાદ કરું છું ..
હા હું તને યાદ કરું છું ..
MISSING YOU SO MUCH 🤍_-
આજે બીન_મૌસમ વરસાદ છે ..
વાતાવરણ ખુશનુમા.. સોહામણું.. નયન-રમણીય.. અને બોવ ખાસ છે..
બધું છે પાસે છતાં એક તારા પાસે ના હોવાથી ખાલીપા નો એહસાસ છે..
તને ચાહું.. તને વાગોળૂ.. તને યાદ કરું હરેક પળ..
આ કુદરત ની તમામ ને તમામ ખૂબસૂરતીઓ એક તરફ પણ તારો હસતો ચેહરો ને નિખાલસ સ્મિત મારા માટે સૌથી ખાસ છે..
બસ તું આવી જા, હવે તો તારા નામે કરી છે આ જિંદગી અને તારા શ્વાસે અટકેલો "વિશાલ" નો શ્વાસ છે..!
-
Dedicated to mrs. Makadiya 🥀..
"તું મળી..."
મારી આંખો ને ખુશીઓ ની ચમક અને ચેહરા ને સુંદર મુસ્કાન મળી..
તું મળી તો જિંદગી જીવવાનો મગસદ અને આ જીવન ને નવી રાહ મળી..
તારી હસી.. તારી ખુશી..
તારા સુખે મારું સુખ અને હવે તો તારા દુખે દુઃખ..
તું જ સહારો.. તું જ આસરો..
અને કોઈ હોઈ કે ના હોઈ તું છે હરપળ સાથે એવી એક ઉમ્મીદ મળી..
તું મળી તો જિંદગી જીવવાનો મગસદ અને આ જીવન ને નવી રાહ મળી..
એકમેક ના મન મળ્યાં..
અને તારી રુહ થી જાણે મારી રુહ..
આ ઝેર જેવી જિંદગી માં પણ જીવવાની આશ મળી..
જ્યારથી મળી ગઈ વિશાલ ને "તું "
મારી આંખો ને ખુશીઓ ની ચમક અને ચેહરા ને સુંદર મુસ્કાન મળી..
તું મળી તો જિંદગી જીવવાનો મગસદ અને આ જીવન ને નવી રાહ મળી..
_ vishu makadiya
-
મારી તમામ ખુશીઓ તારા થી ..
ચેહરા પર છે હસી અને આ મુસ્કાન તારા થી ..
તારા call થી પડે મારી સવાર અને સુકુન થી ભરેલી હરેક રાત તારા થી ..
જેટલું પણ જીવું હું તને ચાહું ,
મારું સુખ , સમૃદ્ધિ અને આખોય સંસાર તારા થી ..
કોઈ ચાહે અને કોઈ તરછોડે મને, શું ફેર પડે ?
અરે મારી તો તમામ ઉમ્મીદ અને આશ તારા થી ..
સાંભળ suj ❤️..
આ આખુય જીવન તને અર્પણ કરું છું ..
હવે તો મારો એક - એક શ્વાસ તારા થી ..
વિશાલ નું આખુય જીવતર અને જીવવાની આશ તારા થી ..🤞
_ My Life Is Dedicated To u Dear ❤️ chubuh_
-
जूठी है दुनिया यहां पर सबके मन मेले है ..
सब कहते है "विशाल" में साथ हु 🙌 पर चलाना आखिर में अकेले है।।🖤🤞-