આ વરસાદ -
ક્યાંક તાલીમ લઈ જરૂર આવ્યો હશે !
ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટાં રૂપે,
તો ક્યારેક મુશળધાર વરસી પડે !
ક્યારેક તો એટલો વરસે કે પાણી કરી દે !
ક્યારેક તો છાંટા રૂપે પણ નહિ ?
શું એની પાસે કોઈ ટાઇમટેબલ હશે ?
કે પછી -
પહેલાંની જેમ ખેડૂતોનો સાદ અને ?
બાળકોનો નાદ...
એના સુધી પહોંચતો નહિ હોય ?!!
ખેડૂતો જમીન વેચવાના સ્થાને -
હળ લઈ તૈયાર હોત તો ?
ને, બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહેવાને બદલે -
આવ રે વરસાદ કહી બોલાવતાં હોત તો... !
તો , તો ચોમાસુ જરૂર જલદી આવતે.
આવતે ને...?
તમે શું માનો છો ?
-
મારી શાળામાં
સ્ટાફ રૂમની બારી પર
એક કાબર આવી રોજેરોજ સંગીત પીરસે છે
હું ના જોઉં ત્યાં સુધી આલાપ ચાલુ રહે
પરંતુ, હું જોઉં એટલે તરત તે એક નજર કરશે
ને, પછી ઉડી જશે !
મને રીઝવવાના પ્રયાસમાં એ તો સફળ થઈ ગઈ છે
પણ, હું... ?
હું આ ગાય કે બકરી જેવો કેમ નથી?
-
બધે વૃક્ષો વવાય છે
ફોટાઓ અને સેલ્ફી લેવાય છે
કેટલાય વર્ષોથી જો આજ રીતે
વૃક્ષો વવાય રહ્યા હોય તો -
વૃક્ષો વાવવાની નવી જગ્યા ક્યાંથી આવતી હશે ?
એના કરતાં આજ કામ
જો પ્રકૃતિ પર જ છોડી દઈએ તો...?
દર વર્ષે ચોમાસામાં આપમેળે ઉગી નીકળતાં
વૃક્ષો કે કામના છોડને સાચવી લેવાય તો ?!
જંગલો કાયમ લીલાછમ રહે.
આપણું અને એક વૃક્ષનું ઉગી નીકળવું
એકસરખું જ છે !
વૃક્ષો સ્વાવલંબી છે એટલે નાશ પામતાં હશે !
ને, આપણે પરાવલંબી એટલે...-
ઘરમાં સૌથી વગોવાયેલ પાત્ર તે પિતા. બાળકોને ખૂબ જ પ્રેમ કરતાં હોય પરંતુ મમ્મી સદા બાળકોને કહે કે: “તારા પપ્પા ખીજવાશે !” દરેકની ઈચ્છા અને જરૂરિયાત સામે પોતાની ઈચ્છા અને જરૂરિયાતની બલિ આપે તે પિતા. પરિવારની ચિંતામાં પોતાનું જીવન સમર્પિત કરે તો ય કહે કે: “સોરી, હુ તમારા માટે કશું કરી શક્યો નહીં !” તે પિતા. બાળકોની રિઝર્વ બેંક તે પિતા. મમ્મીનું ATM એટલે પિતા. છતાં મમ્મી અને બાળકો હંમેશ કહેતા જોવા મળે કે: “ તમે અમારા માટે કર્યું શું ?” આ સાંભળ્યા બાદ પણ જે હસતાં હસાવતાં રહે તે પિતા. 🙏
-
तुम्हारे होठों से मुस्कुराता हूं।
तुम्हारे पैरों से चलता रहा हूं।
तुम्हारे ही हाथों से संवरता हूं में।
तुम्हारी आंखों से देखता हूं मैं।
तुम होती तो हम है।
इसीलिए तुम्ही तो हम है !-
सब केलिए जीए तो
हम अच्छे,
पर खुद के लिए जीए
तो स्वार्थी ?
अगर किसी के लिए कुछ त्याग करे
तो हम देवता !
पर खुद के हिस्से की मांग करे
तो स्वार्थी और राक्षस !?-
अष्टावक्रजी ने,
जब राजा जनक को कहा की –
तुम आकाश, वायु, तेज, जल और पृथ्वी
इन पांच तत्वों से बने हुए हो।
लेकिन –
ये पांच तत्व तुम नहीं हो !
ना तुम इन से बने हो,
ना की तुम इनका भोक्ता हो।
तुम तो...
तुम तो इन सब के दृष्टा
एक आत्मा हो,
जो कभी भी पैदा नहीं हुई!-
हम
चलते,फिरते और सोचते है,
या जिंदा है तो इन सब की वजह
ये शरीर ही तो है।
हमारे हर कर्म का कारण ये
शरीर है।
इसीलिए ये शरीर ही हम है
ये अध्यास हुआ है।
अगर ये गलत हुआ की
हम असल में
ये शरीर नहीं है तो ?-
हमने कभी नहीं सोचा
की –
हम कौन है ?
ऐसा इसीलिए होता है
की –
हमने कभी ये जानना ही नहीं चाहा।
ऐसा भी इसीलिए हुआ
की –
हम खुद को एक शरीर समझते है।
अगर हम ये शरीर नहीं हुए तो ?-
हमारे सुख और दुख का कारण
हमारे अंदर ही छिपा हुआ है।
हम चिंतित इसीलिए है की –
ये कारण कहां से और कैसे
उत्पन्न हुआ ये हम जानना ही
नहीं चाहते।-