ચૈત્ર માસ ચેતનવંતો પ્રાગટ ચૈતન્ય શક્તિ તણા આરાધન
ભગવતી માં નવદુર્ગા રૂપધરી હરો જગ કેરા કષ્ટ બની જોગણ
ભ્રમાંડરૂપી કાયા, નવગ્રહ, વ્યોમ,ધરા,પાતાળ સઘળું સમાય
સમરણ ટાણે વ્હારે આવે, જગ જનની માં જગદંબા કરે સહાય
પ્રતિક સમ કળશનું સ્થાપન, સામે પ્રગટે પવિત્ર અખંડ જ્યોત
ઓરતા માડી પૂરા કરવા પધારજે, માં કલ્યાણી વિનવું દેજે ઉરહેત
પ્રથમે મા શૈલપુત્રી, દુજે બ્રહ્મચારિણી મા, પધારો આંગણે ઘણી ખમ્મા
તૃતીય મા ચંદ્ર ઘટા, મસ્તક ચંદ્ર સોહાય, જગની પીડા હરી કરો સહાય
કૂષ્માંડા મા ચતુર્થે, ઉષ્મા ઉર્જા ના સોપાન, અષ્ટસિદ્ધિ ના દો વરદાન
પંચમે જ્ઞાન પ્રકાશ સ્કંદમાતા કેરો, ટળે તિમિર અજ્ઞાન અને અભિમાન
ચાર ભુજા કમળધારી કાત્યાયની દેવી સષ્ટિ, સદા શુભ મંગલકારી
કામક્રોધ લોભના મહા અસુર સંક્ટ સમે, શરણ દેજો દેવી માં મારી
સપ્તમી માં કાલરાત્રિ, કલહ શુંભ નિશુંભના, ગ્રહદશા શનિની વર્તાય,
શુભાશુભ સમન્વય સૂજવજો , મનને ચેતવી, માત દેજો સાચો ઉપાય
અષ્ટમીએ મા પાર્વતી તારો જયજય કાર મહાગૌરી વૃષભે થઈ સવાર
શિવતત્વ ની સમજણ દેજે મા, એળે ના જાય મારો મનુષ્ય અવતાર
અષ્ટસિદ્ધિની દાતા મા સિદ્ધિદાત્રી નવમે, નવ દેવી પ્રગટો નિત્ય
ક્ષમા કરજો મા ભવાની તારા બાળ ગણી ભૂલ થાય મારી કવચિત.-
પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે વિચારઘારાનુ આદાન પ્રદાન
માનવનો સ્વગુણ, મૂળભુત અધિકાર લખે સંવિઘાન
અંતરમુખે સદૈવ સકારાત્મક ને નકારાત્મકતાનુ દ્વંદ
મધ્યમ માર્ગ ઉકેલથી સંતૃપ્ત,સંભવે ના કદી સ્વછંદ
વિચારમત્તાનુ ઉત્તમ માધ્યમ વિસ્તૃત કરે વિસ્તાર
ગમા અણગમાના સીમાડા ટકરાતા, તારવવા સાર
વિચાર ગુણવત્તા સંપર્ક આધારી, સંગનો લાગે રંગ
સમુદાય ભલે આખો સ્વીકારે તો કોઇ ઉઠાવે બંગ
ગળથૂથીના સંસ્કારથી, સમાજ ટોવે વિચાર આચમન
પારખ છતી સ્વભાવમાં કેટલા અંશે કર્યુ વિચારપચન
કૈક જાગ્યા વિચાર કાંતિ કાજે, હાથમાં મશાલ ધરી
ફસાયા કૈક સ્વમાયાજાળમાં અંતે કેદખાને જગા કરી
સંસારી શોધતો સંતાપ નિવારણ, ઠેર ગાતો ફરે વ્યથા
સંસારની કસોટીથી પલાયન, જનમેદની સાથે કરે કથા.-
તાગ કાઢવો કઠીન કેટલી ગહેરાઈની ખાઈએ ડૂબ્યો છુ.
નથી સાંપડી પ્રત્યક્ષ મુલાકાત, ના કંઈ ગોષ્ઠિ સંવાદ
પ્રયાસ ના પરીચય કાજ, પ્રસ્તાવથી રદીયો જાણવા
વિચાર સરણીથી તદ્દન અજાણ, ના લેવી કોઈની રાય
હજુ સુધી નથી સારાનરસા વાવડ, હશે સર્વ કુશળક્ષેમ
સ્પૃહા કયા છે સુખની ભાગીદારી, કદી આફત ન આવે
પ્રેમની પરિભાષા શુ હશે ? જાણવા પ્રતિ નથી ઉત્કંઠા
પ્રેમ શુદ્ધ કે વિશુદ્ધ દર્રજાનો, ના કંઈ પ્રમાણની દરકાર
દુનિયામા વસતા તમામ લોકોની પોતાની એક દુનિયા
મને બધા જ ગમે છે હુ કોણે ગમુ છુ રોજ કરુ વિચાર
લજ્જિતાનો ભયનો નથી ભેંકાર તોયે ઠાવકા મને દૂર
અંતરમુખે વારેઘડીએ હવે કોઈ ઉણપ વિશે પૂછુ રોજ.
સર્વત્ર શ્રેય ,અખિલ મધુરમ તણા અવિનાશી દાતાને
તથાસ્તુ કાજે કરને શીદ પડે શ્રમ, નજીવો પ્રેમ કરુ છુ.-
અભિવ્યક્તિ તેની છે જેનુ અસ્તિત્વ જગમાં અનોખુ
લોકચાહના એવી તો કમાઈ, ગેરહાજરીમાં લાગે નોખુ
અલગારી પસ્તુતિ કેમ રુચે, કલા ઝંખે, મનને કંઈક ખૂંચે
મૂર્ખ ચીતરી પોતાની જાતને વિદૂષક સૌના મનને જીતે
આનંદ પ્રમોદ નૃત્ય ધરી ગાંધર્વ અપ્સરા દેવલોકને જીતે
રાગ રાગિની, વાદ્ય સંગીત કે અંગ મરોળની અદાકારી
વાક્ ચાતુરય જેનુ મનમોજીલુ, હાથકળાની જાદુગરી
સામાન્ય રસમ વર્તુળધેર્યા માણસનુ અહી નથી ગજુ
લાયકાત લાયકનેજ ચૂંટે પામે અજીબ ગરીમાનુ છજુ
વિશાળ રંગમંચ વિશ્વ તણો, કાબેલ કૌશલ્ય પૂંજાય
કળાનુ પણ અહીં દ્વંદ છે, વળી ક્યાંક સામુહિક સ્પર્ધા
પારીતોષિક પૈસા પાછળ પહેલવાનની અડધી આવરધા
શાલીનતા અને સાદગી માનુની કાજે સર્વ શ્રેષ્ઠ ધરેણૂ
દેહ લાલિત્ય પ્રદર્શન માત્ર કામૂક નજરોને નજરાણુ.
-
નવરાશ કે તણાવમાં મનોવ્યથા જીવનના ત્રાજવે રોકાતી
જયાં પલડુ ભારે બાળપણનુ,ત્યાં મતી સહજ ગૂંચવાતી
શૈશવ સરતુ ,નર્યા ડાઘ જ ડગલે તોય કૌતુક ઝળહળતુ
હવે સભ્યતા, ભપકે ભરી શૈલીમાં, સંસય કોઈક તો કરતુ
કિશોરવસ્થા વંટાવી કે ફૂટી જવાની, ખટકે વયની સમસ્યા
વાત્સલ્યતા અને નિર્મલતાની અવધી, સમજણે સીમિત
આપધાર્યુ કરવાની, અવગુણે વખાણ અઘિકૃત અવસ્થા
ફંટાય બાલ સંવેદના અધૂરી, સમજણ શ્રાપિત કે વરદાયી,
કૂમળા છોડને વાળો તેમ વળે, કહેવત લાગે ઘણી સંસ્કારી
ઘાટ ઘડવો કેવા મતલબનો, કૂમળીવયે દફતર થેલો ભારી
મન પરીપકવ પામતા પૂર્વ, યુધ્ધના ધોરણે ખડકાય તૈયારી
ઘોડીયાઘરનુ ઉછરેલ ચીંધે ધરડાઘરને,એકસમાન હોશિયારી.
-
ભોમીયો સેર કરાવી જાણે સહેલાણીઓને ખુદ જેને રખડતા-ભમતા ભાળ કોઠે કરી.
માસ્તર મારી ઠોકી ગોખાવે એકત્ર છાત્રોનેધોરણવાર પાઠશાળાની નિતી અમલ કરી
ગુરુ ચિંધવે સતના મારગ ઘેલા શિષ્યોને, સેવા કરતા પરગુરુની, ગુરુ ગાદી મળી.
વૈદ ઘસે ઓષડીયુ મરીજ ઈલાજ કાજે હાથવગી ઔષધ ની વિદ્યા વારસે ફળી
કસબ કળા અર્થજોગ પેઢી દરપેઢી છાજે,કાળક્રમે જરૂરિયાત અનુસાર તે બદલાતી
સકલ શિક્ષાનો સાર શુ? અંતે તે એક માહિતી ! આદર્શરૂપ શીરે ધરી મહાપુરુષોની આપવિતી.
અનંત બ્રહ્માંડથી ઓમકાર ની વિહાર યાત્રા,અધુનીકતા એ. આઈ ના પાટીયેથી વિચરતી
જ્ઞાન સરિતા વહેતી અનાદી કાળથી અવિરત ,ખપજોગ રાખી, ભારજોગ સવેળે વે'તી કરી
યુગાયુગ સાક્ષી, જાણવુ માનવ માત્ર લક્ષણ,અનુસરણ ઘડી ના પાલવે, નાજુક નીપજે ક્ષણ
પ્રાકૃત ભાષાનો પીછો છોડાવા, તજજ્ઞો તપ ધરે,વેદભાષ્યની અવહેલના કરી, મનમંતવ્ય સામા ધરે
ભણતરે અર્થ કાજે હાટડીઓ,સંપ્રદાયનો રાફડો, સત અસત્ કેમ પારખવુ, ઠેર હા જી હા નો કાફલો
સાચુ સમૂળુ લૂટાયુ, બચ્યુ તે આગ ભડકે બળ્યુ તલવારની અણી સમક્ષ, બંદૂકના નાળચા ધરી
બદલાયો હશે ઈતિહાસ, મને વેદના ખૂંચે ખરી
નવનિત સઘળુ લૂંટાઈ ગયુ, છાશ કાજે હવાતીયા
જ્ઞાન અધિદાતા સૂર્ય નારાયણને અરજ કરીએ,
ભારત ખંડે રૂષિકાલની જ્ઞાન ગંગા વહેશે ખરી !-
નવો મુલક નવો પડાવ, અવનવું લાગે ના કોઈ જાણ પહેચાન,
અવઢવ ભાસે કેવો ઉમળકો લઈ કોના ઘરે બની જવું મહેમાન
કોણ જાણે દે આવકારો, કાંતો દે જાકારો, જાણતાને સૌ દે હોકારો
બદલાય જાયે બાર ગમે બોલી, રખે અર્થનાર્થ ચગડોળે વિચારો
નીતિ રિવાજે જકડાયેલ સૌ કોઈ, નિયમ ઉલ્લાંગનનું સજા ફરમાન
દોરસંચાર મોભી કોણ મૂલકનો ભીડમાં કોણ દે મુજ તરફી બયાન
પાંગરી છે પ્રગતિ છે ની:સંદેહ, સંપ છે કે હોડ પામવા નવા સોપાન
જન્માંતર કરમ લેખ હશે આ વિહારના, વિધીના કોયડાભર્યા વિધાન
ભળી જવું જેમ દૂધમાં સાકર ભળે, અજાણ હર્દયમાં ખૂણો ખાલી મળે
પરીશ્રમથી ઘસી નાખું જાતને, પ્રારબ્ધના પાશા બદલવા આપબળે.-
અહોભાગ્ય વરદપૂત્ર તણુ. સર્વ વિદ્યા સંપન્ન મહામતિ
વરદાન મા લક્ષ્મીનુ વૈભવે હીડોળા લે સદૈવ સંપત્તિ
યોગાનુયોગ સંભવે, વાત વિસ્તાર કાલ્પનિક કથામાં
સહજભાવે સમજી શકાય, હસે જો નાની સમજણ
વામનરુપ વિવાદનુ,ગેરસમજ નો પ્રજ્વલિત સંવાદ
ટંટો કદી આપમેળે ટળે નહી,હાથ ગાલે જો લવાદ
શાણપણ નાની સમજણનુ, હેઠા મૂકાવી દે હથિયાર
અદેખાઈ,દેખા-દેખીનુ તૂત જબરૂ, ગમે તેને કરે વાર
રુઆબ ઠાઠ ભોગે, નોતરે કરજ - વ્યાજના ભાર
સમજ જ્યાં મોડી પડે, ત્યા લાંગરે નુકસાન પારાવાર
અંધશ્રધ્ધાના ઘોર અંધારમાં સ્વધર્મ સમૂળ ગૂંચવાય
લોભાલોભે લક્ષણ ટળે, નામ સંગે ચારિત્ર્ય ખરડાય
કોઠાસૂઝ ભર્યો ના કરે વૈતરુ, બળપ્રયોગથી ભાગે
કસબ સંગ ઉધમ સહેલ, સાવધાનીમાં સલામતી જાગે
સૌનો હક, અઘિકાર છીનવી નૈતિકતા કેમ સચવાય
જેને માપી મર્યાદા, સમયની ક્ષણ, અનાજ ઢેર કણ
સરલ સ્વભાવ,સમોવડીયુ જીવન સંતોષ મનોમન.
-
અહો જલમ વરુણ દેવાય નમસ્તૂભ્યમ...
ક્ષમસ્વમે અનાદરાય વા અનુચિત ઉપચારાય
પંચ મૂળ તત્વ મધ્યે જળ તત્વ સમાયુ સાકાર
શોણિત રુપે શરીરમાં, નીરે પ્રકૃતિ પામે વિસ્તાર,
સ્વંયમ નિરાકાર, સમાય સ્નેહ તેને દેતુ આકાર
પાણી પૃથ્વીના પડ, સજીવ સૃષ્ટિનુ પાલનહાર
પૂજાપાઠના આચમનરુપ, દેહશુધ્ધિના ઉપચાર
વસવાટ કાજે સર્વોત્તમ,જયાં વારીસ્ત્રોત વિસ્તાર
કૃષિ, ઉદ્યોગ કવચિત ન સંભવે, યાતના તો અપાર
જલવિહીન જઞતનો, સૌ કોઈ નિત્ય કરે વિચાર
મૂલ્યવાન ખજાનો મફતમાં, કિરતાર ધરે ઉપહાર
ટંકીયુ અપાવતો પામર અશકતનો પાણીનો વેપાર
મૂરખ માનવ ત્યજી દેને સર્વ તૂંગ પ્રતિઅત્યાચાર
મલીનતા ઠાલવી વહોળામાં નોતરે છે હાહાકાર
હુ જડ અત્રે જળ લઉ સદા સલિલનો થાય સત્કાર
સર્વ નિરામયી રહે, સુખસંપદા સમૃધ્ધી અપરંપાર.-
નથી નવીનતા ના કોઈ સચોટ તથ્ય
અનાયાસ ચિતરાઈ જતુ જે અકથ્ય
શબ્દો ના લય છે ના રાગ માત્રા મેળ
ઉધામા તો રોજ કરુ, ટળે જો ભેળસેળ
વળગણ શબ્દ કેરુ કદીય ના વછૂટતુ
લખી લખી લહીયો થયો, રોજ નવુ ફૂટતુ
લખને રોયા , મન મોટાને વળી શુ ખૂટતુ
સમાજ સુરભિ નીચોવાતા વેંત મન તૂતટુ
લોભ લેશમાત્રના નામનો, રંજ ના પરિહાસ
શબ્દક્રિડામાં ઓતપ્રોત મન થયુ નથી ઉદાસ
સાર સચવાય જેમ કવિતામય વાસ્તવિકતા
રખે કેડી પકડી મારા મારગની રખે ના ભટકતા
આત્મતૃપ્તિ પોષવા રચુ અનમોલ શબ્દમાલા
હૈયે ઠરે તો ઠીક, નહીતો ભરી લેજો ઉચાળા.-