”नववर्षे नवसङ्कल्पः नवदीपः प्रजाज्वलत्।
यत्र चेतसि शान्तिः स्यात्, तत्रैव लक्ष्म्याः निवासः||”
”Let this New Year not just begin — let it awaken.”
शुभ नूतनवर्षाभिनन्दनम् ✨
-
🪔अन्तःकरणदीपे प्रज्वलिते तमसो नास्ति लक्षणम्।
यः स्वात्मप्रकाशेन जगद् आलोकयति, स एव लक्ष्मीपतेः प्रसादः॥ 🪔
-
આજે ફરી છત પર ગયો હતો.
પવન હજી એ જ છે —
થોડો ઠંડો, થોડો બોલકોય,
જેમ જૂના મિત્રની વાતચીત.
હિંચકો હજી ત્યાં જ છે —
એ જ ખૂણામાં, જ્યાંથી સાબરમતી દેખાય છે.
થોડો જૂનો થયો છે હવે,
પણ એના કિચુડ-કિચુડમાં હજી મારી છાપ છે.
ક્યારેક હું ત્યાં ફક્ત બેઠો રહું,
હેડફોનમાં સંગીત વગાડું,
અને મનને વહેવા દઉં —
જેમ સામે વહેતી સાબરમતી.
કેટલાં સપનાં અહીં જન્મ્યાં,
કેટલાં અહીં સમાધાન પામ્યાં.
હસતો, રડતો, લખતો, ચૂપ રહેતો —
આ ખૂણો મારી અંદર ઘર બનાવી ગયો.
સૂરજ ઢળે છે,
સાબરમતીની સપાટી પર સોનાના ધબકારાં છે.
હિંચકો હજી છે — પણ હવે હળવો છે,
બોલવા કરતાં વધુ સાંભળે છે.
પવન ફરી બોલે છે —
“તું બહુ દૂર આવી ગયો,
પણ હું અહીં જ છું.”
અને મને સમજાય છે —
ઘર એ ખૂણો છે, "ઉન્નત",
જે ધીમે ધીમે હિંચકાય છે.-
સપનું, સવાર કે ઝાંઝવા, ભ્રમના નામે બસ રમૂજ થઈ જાય.
"ઉન્નત" સતત દોડવાનું એટલે હાંફવાનું, પછી તો પાપણનો પણ ભાર થઈ જાય..!-
The paradox of delusion is simply undemanding: the more precise you are, the less palpable it gets…!
-
કાલે જીન્સના ડાબા ખિસ્સામાંથી
એક ડૂચો વળેલી ગઈકાલ મળી આવી,
એક ખોવાઈ ગયેલું સપનું,
ચાર મિત્રો, ચાની કીટલી
અને પુરી જ ન થતી વાતો!
દુનિયા ઊંધી કરી દેવાના અરમાનો,
જવાબદારી પહેલાંની એ નિખાલસ વાર્તાઓ,
અને એમાં ખોવાયેલો ક્યાંક હું.
જીન્સના જમણા ખિસ્સામાંથી મળી
અકબંધ એવી જવાબદારીઓ,
રોજની દોડાદોડમાં ખાલી પડેલી એ જ કીટલી,
ખોવાઈ ગયેલા એ જ મિત્રો,
એકલી સાંજ અને ખાલી ટિફિન.
ઓફિસના રિપોર્ટ, એ ઝૂમ વાળી મીટિંગ,
અને એમાં અટવાયેલો ક્યાંક હું.
રસ્તે ચાલતા જતા રસ્તામાંથી આમતેમ જ મળે,
હીરો હોન્ડા ઉપરના એ હાસ્યના કલશોર,
એક ડેનિમ, આકાશના મંડપ નીચે જ કંડારેલું
એક ચાની પ્યાલી, ચાર મિત્રો
અને પુરી જ ન થતી વાતો.
ખોવાઈ ગયેલી વાતો
અને ઝૂમ મીટિંગની વચ્ચે ચા ની પ્યાલી સાથે,
બે ક્ષણ ચોરી લેતો હું!-
We don’t always choose instead we just remember the choice that was waiting.
-
Contemplation of the absurd is the candle that burns without lighting the room, prompting us that a shadow too has its verity.
-
Between the dream and delusion lies bliss—the most nebulous high we know..!
-