થાય સંકોચ કહું કેમ,
રડવું આવે છતાં રડું કેમ.
સંપર્ક હોવ છતાં લાગે દૂર,
દુનિયા છોડ્યા નું દર્દ સહું કેમ.-
જે છે આપણો અન્નદાતા એવો સૂરજ,
એને પણ શમી જવું પડે છે સાંજે.
એની સામે તો કોડીભર છે હેસિયત,
તો કેમ કરીએ છીએ મહેનત ન શમવા કાજે.-
પડતી નથી ખબર મને કે મારી આડકતરી વાત
અે સમજતા નથી કે સમજવા ઈચ્છતા નથી.
મન મારું મુરજાય છે કરમાયેલા ફુલ ની જેમ
જ્યારે અે મારી સાથે વાત કરતા નથી.-
દુ:ખ થાય છે ખૂબજ
જ્યારે થાય છીઅે અાપણે વિખુટા
નથી રોકી શકાતા અશ્રુઅોને
જ્યારે થાય છીઅે અાપણે વિખુટા
ફરી મળીશું આપણે
કોઈ નજીક ના સમય માં
બસ અાજ વિચારુ છુ
જ્યારે થાય છીઅે અાપણે વિખુટા-
गलती हुईथी जब मुजसे
तबसे आज तक उसकी
माफी का ईंतझार है|
दुआ है मेरी प्रभु से ये की
बात हो मेरी ऊस व्यक्ति से
जीसका मुजे बेसबरी ईंतझार है|-
કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો;
થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો.
પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે;
જે મોત ની સાથે, પણ નથી મરતો.-
મુશ્કેલી છે અેકજ ઉભી
પણ લાગે છે અે બદ્દુઆ અહી.
કરવી છે જેની સાથે મુલાકાતો
નથી થાતી અેની સાથે વાતો અહી.-
જોયું અેક ચલચિત્ર તો આવી યાદ તમારી,
અે બીજી મુલાકાત મારી અને તમારી.
જોયું આખો દિવસ અે ચલચિત્ર વારંવાર,
તો પણ થાક નથી લાગતો અાંખો ને મારી.-
સપનાની મંઝીલ પાસે નથી હોતી,
જીંદગી હર પળ ઉદાસ નથી હોતી,
પોતાના પર ભરોસો રાખજે અે મારા મિત્ર,
ક્યારેક ક્યારેક અે પણ મળી જાય છે,
જેની ક્યારેય આશા નથી હોતી.-
કરવી ગમે છે વાત અે વ્યક્તિ સાથે
પણ નથી થાતી વાત અે વ્યક્તિ સાથે.
આશા રાખુ કે થાય કબુલ દુઆ મારી
અને થાય મારી વાત અે વ્યક્તિ સાથે.-