11 OCT 2018 AT 15:48

દીકરી....એટલે
જેના દહેલીઝ પર થતા પગરવથી મકાન ના ખાલીપામા સર્જાઈ જતુ ઘર..
જેના છલકાતાં સ્મિતમા પિતાને ફરીથી મળતી શૈશવની મોસમ..
જેના હૈયામાં ગૂંજતા કલશોર મા મમ્મીને મળી જતી પાક્કી સહેલી..

દીકરી ..એટલે
ભાઈની 'હીરો ગીરી' અને શરારતોમાં શામેલ થઈ ભાઈને પપ્પાના ગુસ્સાથી બચાવતી લાડકી બહેન
દાદીની વાર્તા ની નાજુક પરી અને રાણી લક્ષ્મીબાઈ સમી વીરાંગના..

હૈયામાં હામ અને અનંત ખુશીઓના મેઘધનુષી ગર્વિત રંગ એટલે દીકરી..
સમય સાથે બદલાતા તેના દરેક કિરદારને શ્રેષ્ઠ રીતે નિભાવતી ,ધરતી પર ઈશ્વરના અસ્તિત્વનો અંશ એટલે દીકરી...

-