જીંદગીની સફરમાં અમુક વ્યક્તિ વાહનના side mirror માં દેખાતા rear view જેવા હોય છે , 'Objects seen in the mirror are closer than they appear'.."તે ફક્ત દૂર દેખાય પણ હોય દિલની કરીબ"..
-
જેમની સાથે ચાલવાથી રસ્તામાં ઉનાળા નો તડકો , શિયાળાની ઠંડી અને ચોમાસાનો વરસાદ કકયારેય નડયો નથી..જીવનની દરેક મોસમ ને ખુશીઓમા તબદીલ કરનાર આશીર્વાદ એટલે પપ્પા...Happy father's day.
-
अक्सर चाय ठंडी हो रही है उनकी सुबह सुबह घर वालों को वक़्त पे चाय देने के चक्कर मे, फिर भी वो मुस्कुरा के कहती है 'मुझे तो चाय ठंडी ही पसंद है'। # माँ..
-
હોય કેમ ત્યાં ધર્મ અને આસ્થાની લડાઈ ,
જયાં ''રમજાન'' માં ''રામ'' વસે ને ''દિવાળી'' માં ''અલી''.
જ્યાં ગીતા, કુરાન, બાઈબલના દરેક શબ્દમા
''એક ૐકાર'' ની પવિત્ર ગુરબાની સમાઈ.
દ્વેષ ને લૂછીને મનમાંથી , હ્રદયના દ્વારે સ્નેહ કેરા સાથિયા પૂરીએ.
મતભેદ ને બાજુ પર મૂકીને ક્ષમા તણી 'ઈફતાર' મનાવીએ.
શુષ્કતાના સરનામે જઈને ચાલ મૈત્રીની ''કેન્ડલ'' જલાવીએ.
અલગતાવાદ ને ભૂલી જઈને સંગાથ ની દોર થી ''તુરબન'' બાંધીએ.
''અંતર'' વચ્ચેનુ અંતર કપાય એવી જ્યોતથી ઝળહળ દીવા પ્રગટાવીએ.
''વૈવિધ્યતામાં અખંડિતતા'' નુ નવું વર્ષ મનાવીએ...
-
तुमसे पल दो पल की ये मुलाकात ,
एक पल में अरसो की ज़िन्दगी से मिला गई...
पल दो पल का शायर था में,
तेरे अल्फाज़ की खुशबू मेरी रूह की नज्म से मिला गई...
-
દીકરી....એટલે
જેના દહેલીઝ પર થતા પગરવથી મકાન ના ખાલીપામા સર્જાઈ જતુ ઘર..
જેના છલકાતાં સ્મિતમા પિતાને ફરીથી મળતી શૈશવની મોસમ..
જેના હૈયામાં ગૂંજતા કલશોર મા મમ્મીને મળી જતી પાક્કી સહેલી..
દીકરી ..એટલે
ભાઈની 'હીરો ગીરી' અને શરારતોમાં શામેલ થઈ ભાઈને પપ્પાના ગુસ્સાથી બચાવતી લાડકી બહેન
દાદીની વાર્તા ની નાજુક પરી અને રાણી લક્ષ્મીબાઈ સમી વીરાંગના..
હૈયામાં હામ અને અનંત ખુશીઓના મેઘધનુષી ગર્વિત રંગ એટલે દીકરી..
સમય સાથે બદલાતા તેના દરેક કિરદારને શ્રેષ્ઠ રીતે નિભાવતી ,ધરતી પર ઈશ્વરના અસ્તિત્વનો અંશ એટલે દીકરી...
-