શું છુપાયું છે
તારા નામમાં, જેને
સાંભળતા જ...
વધી જાય છે મારી
શાંત આ ધડકન...-
છે મા ભારતીનું એ અદકેરું સંતાન,
મળ્યા આપણને માનવ રત્ન મહાન...
સત્ય અને અહિંસાના પથિક એવા
પૂજ્ય ગાંધી છે આપણું અભિમાન...-
ન રાખો દેખરેખ તો ખીલેલા પુષ્પો પણ ખરી જાય છે,
લાગણીના પ્રવાહમાં ડૂબતું કો' તણખલુંય તરી જાય છે,
એ કબૂલ કે બોલવાથી બગડી શકે કદી સુધારેલી બાજી;
પણ ખામોશીથી તો સંબધો સદાય માટે મરી જાય છે.-
હરિ મારી હોડી તું હળવે હંકારજે,
જો ડૂબું મધદરિયે તો તું સંભાળજે.
આશરો તારો લઈ પડતું મૂક્યું છે મેં-
આ ભવસાગરને હવે તું પાર કરાવજે.
હું અબુધ બાળક તો શું સમજુ ઝાઝું?
હાથ પકડી મારો તું જ મને ચલાવજે.
ભૂલ તો થશે જ મારી એ હું જાણું છું,
એ દોષો પર તું મને હળવેથી ઠપકારજે.
સાથ આપજે જિંદગી તણાં સફરમાં,
અંતે પણ આવી તું વ્હાલ વરસાવજે.-
જો હ્ર્દયમાં કોઈ માટે છુપી લાગણી ન હોત તો કદાચ આ જીવન સહેલું હોત,
ઇશ પાસે કરવાની એવી કોઈ માંગણી ન હોત તો કદાચ આ જીવન સહેલું હોત...
રાતોમાં જોવાય છે સપનાઓ તો ઘણા પણ પુરા થાય છે કોના અહીં!!
આ તારા મઢેલ કોઈ રાતની છાવણી ન હોત તો કદાચ આ જીવન સહેલું હોત...
પ્રેમની યાચના તો કરવા બેઠા છીએ અહીં ફેલાવીને બે હાથ અમે,
બસ એ હથેળીઓ કદાચ કાણી ન હોત તો
કદાચ આ જીવન સહેલું હોત...
-
ખળખળ વહેતાં ઝરણાંની માફક હું તો થઈ વહેતી
પહોંચવું છે સાગર પાસ ભલેને માર્ગમાં હોય રેતી
-
સંહાર કરવો કેમ દુષ્ટોનો ઈશ્વર પણ ખુદ વિચારે-
અવતાર તો લે કૃષ્ણ પણ ધનંજય નથી મળતો-
અનુકરણની દોડમાં ભૂલ્યા આપણાં સંસ્કારો તણાં રતન,
વિનાશના પંથે વળી રહેલી આપણી સંસ્કૃતિનું કરો જતન...-
પાંખો ફેલાવી પંખી ઉડયું આકાશને આંબવા,
ડુંગરે પણ દૂર ડોકિયું કર્યું આકાશને આંબવા.
ઉઘડતી આ સવારમાં આછો થયો અજવાશ,
કળીઓએ કમાડ ખોલ્યું આકાશને આંબવા...-
પ્રેમનો અનુભવ એટલે 'હું' કે 'તું' થી શરૂ થઈ ને 'અમે' કે 'આપણે' સુધી પહોંચેલી સફર....
-