આવીને કોઈ ત્રણ આંગળી અડકી ગયું,
નાના મારા દિલનું એવું પારેવું ફડકી ગયું....-
તૃષાલ મોદી
(તૃષાલ મોદી "સરકાર...")
9 Followers · 2 Following
Joined 6 September 2018
1 JAN 2020 AT 10:19
19 NOV 2019 AT 19:13
मुद्दतों बाद यूँ तन्हाई से रू-ब-रू हुए थे हम,
मुलाकात हुई मगर दो नैन फिर भी तरसे...-
11 SEP 2019 AT 0:41
રોજેરોજ એ તસવીરો,
એ જ ખરબચડો કાગળ.
આંગળીનો ઝીણો સ્પર્શ,
ને એમાં ઉથલાવાતા સંજોગો.
અંતે ટેરવાનું ક્યાંક અટકવું,
એ ગાલ આજેય મખમલી છે...
-
7 AUG 2019 AT 0:36
સ્મરણોનાં ઝીણા ચટકાઓએ કેમનું કંઈ થાય ?
વિજોગ ડંખ માર, તો કંઇક લોહી જેવું નીકળે...-
7 AUG 2019 AT 0:14
હું અનિમિષ ખડકી વાટે
વરસતા વરસાદમાં ઊઠતા ને ફૂટતાં
પરપોટાઓને નિરખ્યા કરું.
આયખું શું આવું હોય ?
-
11 JUL 2019 AT 10:58
એક છે ઇશ્કમાં પડવું,
બીજું છે પડી જવું.
એક છે ઇશ્કમાં વહેવું,
બીજું છે વહી જવું.
એક છે ઇશ્કમાં તરવું,
બીજું છે તરી જવું.
એક છે ઇશ્કમાં ડૂબવું,
બીજું છે ડૂબી જવું.
એક છે ઇશ્કમાં મરવું,
બીજું છે મરી જવું...
-