હમેશાંથી જ પીગળતો સ્વભાવ રાખી જે માટી બની રહી ,
દરિયાથી છેટે કિનારે હોવા છતાંયે એ એના જ પ્રેમમાં પડી !
અોટ આવ્યે લઈ જતો તો ભરતીમાં એ મુકી જતો એકલી ,
આમ દરેકવાર તૂટી-તૂટીને એ માટી મટીને પથ્થરમયી બની !
એકવાર પથ્થરની કિનારા સંગે મુલાકાત થવાની ઘટના ઘટી ,
કિનારાને એ માટીરૂપી પથ્થર માટે ઘણી લાગણીઓ જાગી !
છતાંયે માટી તો દરિયામાં જ પથ્થરસમી બની સમાઈ રહી ,
નાતો એ દરિયામાં ભળી શકી નાતો કીનારા સાથે રહી શકી !
માન્યું કે કિનારાના માટી પ્રત્યેના પ્રેમમાં ન હતી કોઈ જ ત્રુટિ,
પણ માટીરૂપી પથ્થરને તો ફક્ત દરિયાની જ રહી સ્મૃતિ !-
( ત્રિપાદ કુંડળ )
એ શેરીએ ભૂલી પડી,
આ જિંદગી પણ ક્યાં
સ્મરણો રચવા લઈ ચડી..!
એ સ્મરણોને પાંખ આપી,
ઉડાડી અમારી નજરોને
સામેની બારીએ તાકી..!
એ સ્મૃતિ બારીએ મળી,
જેને ક્યાંક પહેલાં જોઈને
હૈયાએે છવાઈ હતી રાખી..!
છવાઈને નિરંતર નયને ઠરી,
નજરે રોજ દીસતી એમ કે
જાણે લાગતી ઝરૂખે પરી..!
એ ઝરૂખેથી પ્રેમનૌકા તરી,
નયનમેળથી આગળ વધી
એ મનમેળમાં પરિણમી..!
એ મનમેળની ઘટના બની,
સદીથી અધૂરી જિંદગી
અમે હકીકતે પૂરી ગણી..!
હકીકતે બારીને બંદ કરી,
જિંદગી એ અધૂરપને ઘેરી
અને એ હવે ફક્ત યાદ બની..!
વળી એ યાદ આજે ફરી
કમનસીબે એ જ બારીએથી
એ જ શેરીએ ભૂલી પડી..!
-Hemi Solanki-
વ્હાલા તને તો હવે સારામાં સારું પણ નડે છે..
બીજાનું નહિ પણ તને અંધારું તારું જ નડે છે..
કોણ કહે છે માનવી તને બાહ્ય અંધારું નડે છે..
અંતરમાં જે સાચવ્યું છે એ જ સઘળું નડે છે..
ગોતાખોરને પણ મોતી અમસ્તું ક્યાં જડે છે..
આત્મવિશ્વાસ વિના મુમકિન કશું ક્યાં બને છે..
પરિશ્રમ વિના તો પ્રારબ્ધ પાંગળું જ બને છે..
આ અંતરનાં અંધારાને તો છેટે મૂકવું જ પડે છે..
ખુદ 'હેમ'ને પણ આકાર પામવાને તપવું પડે છે..
સપનું સાકાર કરવા તો અંધારેય જાગવું પડે છે..-
તું જીવનને મારી પર તો અજમાવ,
હું હૈયેથી હોડકું બની તરી જઈશ..!
તું આ રંગોળીને પ્રેમરંગે તો રંગાવ,
હું મેઘધનુષ્ય બની દીપી જઈશ..!
તું ફક્ત એક ખ્વાહિશ તો ફરમાવ,
આંખેથી પાંપણ બની ખરી જઈશ..!
પણ
તારા વિનાનો દાવાનળ સળગાવિશ,
જીવથી રાખ બની બળી જઈશ..!
-
ક્ષણવાર પણ જો મળી જાઈને ફરી પાછી એ જીવન જીવવાની રીત.
જયારે વાગતી જ ના, નાજુક એવાં દિલમાં કયારેય પણ કોઈનીયે ખીજ.
કયારેક થોડાંક તોફાનના બદલે મળતો ઠપકો એ બધું તો લાગતુ ઠીક.
એ તો રિસાઈને ખુણાની દિવાલને ભેટી અળગા રહેતાં બધાથી ધડીક.
પરાક્રમો કરીને પણ ચહેરાં પર માસુમિયત લઈ આવતાં બનીને શરીફ.
જીવનમાં ના કોઈ ચિંતા હતી, ના તો કોઈ પ્રત્યે ઈર્ષ્યા, ના તો કોઈ હરીફ.
ભલે લગાવેલા હોય કપડાં પર થીંગડાં, મિત્રો પણ છોને હોવાના ગરીબ.
પણ ત્યારે મિત્રતામાં થીઁગડાં ક્યાં નડતાં? છોને હોઈ એ ગરીબ કે અમીર.
ભેળાં રમતાં, ભેળાં ઝગડતા, તોયે હળીમળીને રહેતાં, છોને હતા ફકીર.
મુસીબતને સાથે જ પાર કરી લેતા અજમાવીને કોઈને કોઈ તરકીબ.
પ્રીત સહુંની મળતી, ભલેને ના હોઈ કોઈ સમજ કે કોઈ પ્રત્યેની તમીઝ.
નિશાળે માસ્ટરની સોટી વાગતી, એનેય ફુંક લગાવી હુંફ આપતા વડીલ.
બસ, જીંદગીની આ દોડમાં સાહેબ, નથી થવું મારે કોઈ ડાૅક્ટર-વકીલ.
બહું મોટા નથી થવું હવે, કાશ મળે ફરી પાછી એ બાળપણની લકીર.-
ફરીફરીને પાછો આવી જ જાય છે આ અણસમજુ કંટાળો ,
કમોસમે જ જાણે જોને વરસી રહ્યો હોય ઘમસાણ મેહુલો..
જયારે જયારે પણ જીવનનાં દાખલામાં થાય છેને ગોટાળો ,
બસ થઈ જ જાય છે બધાના કંટાળાનો જાણે ઢગલે-ઢગલો..
પોતાની શક્તિ આગળ જયારે માણસ પડી જાય છે નમાલો ,
કરી બેસે છે સંબંધના સરવાળામાં અજાણતાં ભૂલો જ ભૂલો..
જીવનનાં ધ્યેયને ભુલાવી ખુદને જ પાડી દે છે એટલો એકલો ,
કે માંડી દે છે બીજાની વર્તણુંકનો ગેરસમજુ એવો ગપગોળો..
જ્યારે જયારે માણસ લઈને નીકળે છે આ કંટાળાનો કાફલો ,
ખોઈ બેસે છે આત્મવિશ્વાસ, કરીને કોઈને કોઈ ગલત ફેંસલો..
-
સૂર્યથી દૂર સફર કરી જ્યારે પહોંચે પહેલી કિરણ,
લઈને આવે છે બધાં માટે ફરી જીવનનું નવું કારણ!
કોઈના માટે બની જાય છે સઘળાં હર્ષનું આમંત્રણ,
તો કોઈની ખુશી પર હોય છે અધૂરાં દર્દનું આવરણ!
કોઈ શોધતું હોય સમસ્યાનું સઘળું એવું નિવારણ,
આશા એવી કે જાણે મળે મધદરિયે તરતું વારણ!
જયારે કરે સંમેલન રત્નાકર સાથે તુફાની સમીરણ,
ત્યારે કોઈને થવા લાગે દરિદ્રનારાયણનું સ્મરણ!
આમ જ જયારે જયારે સવાર માંડે છે નવું પગરણ,
બધાંનાં જીવનનું લઈને આવે છે એકાદું નવું પ્રકરણ!-
અરે રસ્તામાં તો આવે છે,આ ભગવાનનું મંદિર, કેમ નથી જતી?
રસ્તે ચાલતાં અશક્ત વૃદ્ધને જોઈ તરત ગાડીને બ્રેક મારી દઉં છું..!
'ને કહે છે હું નાસ્તિક છું..!
હું મંદિરમાં રોજ-રોજ ભગવાનને ભોજન-થાળ તો નથી ધરાવતી,
પણ બહાર બેઠેલા વૃદ્ધ દાદીને જોઈ મારું જ ટિફિન આપી દઉં છું..!
'ને કહે છે હું નાસ્તિક છું..!
ગરીબ બાળકની રસ્તાં પર તડકામાં પડતી કુમળી પગલી જોઉં છું,
ત્યારે જીવ મારો બળી જાય છે અને પોતાના ચપ્પલ આપી દઉં છું..!
'ને કહે છે હું નાસ્તિક છું..!
અરે હાં ભાઈ હાં,
મંદિરની અંદરના ભગવાનની પથ્થરની મૂર્તિ પ્રત્યે હું છું જ નાસ્તિક,
પણ લોકોની અંદર દિલમાં વસેલાં પારસને પ્રત્યે તો છું હું આસ્તિક..!-
એ પૂર્ણિમાના ચાંદ જેવો રોશન ચહેરો,
અંધારી રાતે અણધાર્યું જ જાણે અંધકારનું કોઈ રોશનીને મળવું..!
એ ખુલી જુલ્ફોનો રંગ લાગતો સુનેહરો,
પવનનું વસંતની લતામાં જાણે લલાટથી તારી લટોને લહેરાવવું..!
ગાલોનાં ડિમ્પલમાં છાનો રાઝ કોઈ ગહેરો,
યૌવનનું તારી આખેં નિતરવું જાણે ઝાકળનું મધ્યાહ્નને ભીંજાવવું..!
દૂર જતી એ આંખોમાં છુપાયેલો દરીયો,
વમળોનું ઘેરાવવું જાણે વ્હાલથી ઉછળીને રેતીને એમ જ પલાળવું..!
એ નાજુક દિલને સ્પર્શતી ઠંડકની લહેરો,
મુસ્કુરાતી ક્ષિતિજે જાણે ધરા અનેે આકાશનું એમ જ સાથે મળવું..!-
જર્જરિત એ સંબંધની રાહ જોઈ ઘરડાં નયન થઈ ગયાં હતાં વિહવળ..!
ખંડિત દિવે પણ નિર્જીવ બનેલી આશા કેવી ચમકતી હતી પ્રજ્જ્વળ..!
જોને ચારેકોરથી ફાટેલી એ પાઘડીનો છેડે આવી ગયો હતો હવે વળ..!
શું પા ઘડીયે એ રુંહ કંપી નહીં હોય એ સુધામયી આંખોને કરી સજળ..!
એક વાર પણ સુધ્ધાં વિચાર ના આવ્યો કોની સાથે વાપર્યું આટલું કળ..!
બેસુધ મથામણ કર્યા કરી હતી જેણેે એના ભવિષ્યને કરવા ઉજ્જવળ..!
ખંભે બેસાડી દુનિયા દેખાડી એનાં માટે આંખેથી નીતર્યું એક બુંદ ઝાકળ..!
કેમ ઉભા રહેવા જેટલો પણ સમય ના મળ્યો એ પાવન નનામી આગળ..!
ભડભડ બળતી એ ચિતાને પ્રેક્ષક બની જોઈ રહી ગામની એ ભાગોળ..!
ફરી એક નવા જીવને વિસામો આપી રહી હતી કોઈ અજાણી ધરાતળ..!
-