QUOTES ON #મહારાષ્ટ્ર

#મહારાષ્ટ્ર quotes

Trending | Latest
1 MAY 2021 AT 10:34

મગજથી ભલે મહારાષ્ટ્રિયન પણ દિલથી અમે સદા ગુજરાતી,
બંને રાજ્યોના સાંસ્કૃતિક વારસાને સદા જીવંત રાખતી જાતિ,
છત્રપતિ શિવાજીને બાહુમાં બેસાડતી અને વિચારોમાં ગાંધીજી,
જીજામાતાના હાલરડાંની અને મીનળદેવીના શોર્યની પ્રજાતિ,
નવવારી સાડીમાં શોભતી મહિલાઓમાં બાંધણી પણ વખણાતી,
એરોબિક્સમાં લાવણી કરતી અને ડીજે માં ગરબા ગાતી,
વટમાં તીખા મિસળ જેવી અને વાણીમાં ધારી ધરતી,
જલેબી ગાંઠિયા અતિ પ્યારા અને વડા પાવ પણ ખાતી,
નાત, જાત, ભાષાની સરહદ જેને ન શકે રોકી,
મગજથી ભલે મહારાષ્ટ્રિયન પણ દિલથી અમે સદા ગુજરાતી,

મહારાષ્ટ્ર અને ગુજરાત દિનની શુભેચ્છાઓ.
💐💐💐💐💐

-