શબ્દ એક જ મુકાય...
ને અર્થ બિલકુલ ફરી જય છે..!!
આંકડો એક જ મુકાય...
ને દાખલો સા'વ ફરી જાય છે..!!
પગલું એક જ મુકાય...
ને પુરી દિશા જ બદલાઈ જાય છે..!!
નિર્ણય એક જ કરી મુકાય..
ને જીવન પૂરું સા'વ બદલાઈ જાય છે..!!
સાથ અગર જીવન માં સારી વ્યક્તિનો મળે...
તો પુરેપુરી આખી જિંદગી બદલાઈ જાય છે..!!
સાથ અગર જીવન માં ખરાબ વ્યક્તિનો મળે...
તો પુરેપુરી જિંદગી ખરાબ ને ખલાસ થઈ જાય છે..!!
🌿🌷 જીવન બહુજ અનમોલ છે.🌷🌿
🌿🌷 રાધે રાધે 🌷🌿-
નિષ્ફળતા માટે બીજાને જવાબદાર
માનનાર આપણે સફળતા બદલે
બીજાને ધન્યવાદ આપવા પણ
તૈયાર નથી એ જ આશ્ચર્ય છે??
-
પારકી વાત કરવી હોય તો
સારી હોય તે જ વાત કરવી
અને ખરાબ વાત કરવી હોય તો
પોતાની હોય તેજ વાત કરવી
~~આર્યવર્ત~~-
ધર્મ સારા દેખાવા માટે નહિં..
પણ સારા બનવા માટે કરવાનો છે..!!
~~આર્યવર્ત~~-
જગત જેમ જીવે એવું
જીવનારો જૈન ના કહેવાય
પણ પોતાના આચાર વિચાર
દ્વારા જગતને જીવન કેમ જીવવું
એનો આદર્શ આપે એને જૈન કહેવાય
~~આર્યવર્ત~~-
સાચું લાગે તે આજ થી
કરવા માડવું જોઈએ...
ખોટું લાગે તે આજ થી
છોડવા માડવું જોઈએ...
~~આર્યવર્ત~~-
સુખ મજેથી ભોગવનારો
ક્યારેય સદ્દગતિએ જાતો નથી.
અને દુઃખ મજેથી ભોગવનારો
ક્યારેય દુર્ગતિ એ જાતો નથી.
~~આર્યવર્ત~~-
સમજણ વીનાંનું શાણપણ
દિશા વગર ની દોટ
લાખોનો વ્યાપાર ભલે હોય
અંતે એ ખોટની ખોટ-
પરિપક્વતા એ નથી કે
તમે મોટી મોટી વાતો કરી છો
"સાહેબ"
પરિપક્વતા તો એજ છે કે તમે
નાના માં નાની વાત સમજી શકો છો-
વિશ્વાસની કિંમત
બે જ વ્યક્તિને ખબર હોય છે...
જેણે વિશ્વાસ ગુમાવી દીધો હોય
અને જેણે આંખો બંધ કરી ને
કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય છે..!!-