પૂછતું હશે ને કો'ક તો
ક્યાં ગાયબ રહે છે તુૃં?
હસીને જવાબ ટાળતાં તને
હું યાદ આવું છું શું?!
-
9 JUN 2022 AT 9:33
23 SEP 2022 AT 6:26
દરેકને પ્રેમ કરી શકાય, પણ કેવો?
પ્રેમને કક્ષાઓમાં વહેંચતા
એણે શીખવ્યું જ નહીં
ને મારાથી એ કદી
શીખાશે જ નહીં
-
21 SEP 2022 AT 7:07
એ જેવો છે એવો જ રહ્યો સમક્ષ, સદાય
છતાં મને સતત પ્રશ્ન થાય છે
કે હું
શા માટે હતી ત્યાં?
શા માટે?
એને પ્રેમ કરું છું કદાચ
એટલે !
-
29 JUL 2022 AT 23:28
તુૃં કહી દે કે તુૃં જાય છે
હું જવા દઈશ તને
તુૃં કહી દે કે તુૃં આવે છે
હું આવવા દઈશ તને
તુૃં કહી દે કે મને રોકી લે
હું આંગળી ધરીશ તને
તુૃં કહી દે કે મને નહીં રોક
હું સ્મિત આપીશ તને...
તુૃં રહે, મળે, ચાહે, ધિક્કારે
સ્વીકાર, બસ
તુૃં કહે, કહેતો રહે મને...
-