આપણે બંને
અતિસૂક્ષ્મ નાદ શા
અનાહત શા
-
Anu Meeta
(Anumeeta)
23 Followers · 32 Following
Yaad_hamesha
Joined 10 October 2020
25 DEC 2022 AT 7:28
ગજબનું આકર્ષણ હતું એનાં એ કથનમાં
'જવું જરૂરી છે?'
આહા!
ચારેકોરથી ભીંસતાં કાળામસ અંધકારને જાણે
લાત મારી હોય!
એ નહીં રહે તો
એની આભાના તેજથી ઝળઝળતું મારું અસ્તિત્વ
થઈ જશે તરત જ
નામશેષ.
#અનુમિતા
#yaad_hamesha-
29 NOV 2022 AT 11:04
कभी मिलते आमने सामने तो बताते तुम्हे,
पाने से ज़्यादा तुम्हे देखते रहने में दिलचस्पी है हमें...
#yaad_hamesha-
23 SEP 2022 AT 6:26
દરેકને પ્રેમ કરી શકાય, પણ કેવો?
પ્રેમને કક્ષાઓમાં વહેંચતા
એણે શીખવ્યું જ નહીં
ને મારાથી એ કદી
શીખાશે જ નહીં
-
21 SEP 2022 AT 7:07
એ જેવો છે એવો જ રહ્યો સમક્ષ, સદાય
છતાં મને સતત પ્રશ્ન થાય છે
કે હું
શા માટે હતી ત્યાં?
શા માટે?
એને પ્રેમ કરું છું કદાચ
એટલે !
-
14 SEP 2022 AT 20:23
ઝરણું શોધ
એય તને રમાડતું રમાડતું
લાવશે તો અહીં જ
મારી જ પાસે
અથવા નામશેષ થઈ જશે
એ જવાબોની જેમ જ
જેના સવાલ લઈને નીકળી પડી છે
તુૃં !
-