મિત્રતા
મારા જીવન માં તારું આવવું,
એ કઈ આકસ્મિક તો ન હતું.
હશે જરૂર કોઈ ઈશ્વરિયસંકેત,
વિના કારણે સ્નેહ થવો આયોજન તો ન હતું.
હતી હું કુણા મન હૃદય ની માનવી,
અડીખમ ચાલતા શીખવવું પૂર્વાનુમિત તો ન હતું.
નિસ્વાર્થ,નિરાકાર મૈત્રીની ગાંઠ વાળી,
એને અતૂટ રાખવી કંઈ એમ જ ન હતું.
મિત્રતા ના છોડ ને પ્રેમની ફોરમ આપી,
સારા નરસા ની સમજ આપવી અમસ્તું જ ન હતું.
અંખડ અને પવિત્ર રહે આપણી આ મિત્રતા,
વગર કહ્યો વાયદો નિભાવ્યો આકસ્મિક તો ન હતું...M-
કોઈ પણ વ્યક્તિ ખોટું ત્યારેજ બોલે છે,
જ્યારે એ જાણતો હોઈ છે કે સામે વાળી વ્યક્તિ એનું સત્ય નહીં સ્વીકારી શકે...M+-
ભીડ માંથી દૂર થઈ ગઈ ચાલ સારું થયું
એક હમદર્દ મળ્યો દિલને, ચાલ સારું થયું
શું મારું કે શું તારું?આ અફડા તફડી શાની?
ટોળાથી બાકાત થઈ ગઈ, ચાલ સારું થયું
નથી જોઈતી કોઈ ને ચાપલુસી કે વાહ વાહ
બસ આત્મ ઉજાગર થઈ ગયો, ચાલ સારું થયું
ગાલગાગા નો મોહ હતો આ જખમી દિલને
આતશબાજીથી જ મરી ગઈ, ચાલ સારું થયું
અરમાન નથી મહાન બનવાના આ દુનિયામાં
ગઝલ લખાય નિજાનંદે, ચાલ સારું થયું...M+-
સબંધ હોઈ કે વસ્તુ એને એટલી બધી ના
વાપરવી,
કે પછી સીધી થોડા સમય પછી ફેંકી જે
દેવી પડે...M+-
પડકાર જિંદગીના જે હસતે મુખે સહે છે,
કુદરત પણ તેની સાથે શું ખૂબ રમે છે!
નસીબ એનું કંઈક સવિશેષ રેલે છે,
જે પરસેવાથી પત્થરને તોડે છે.
બે દિલોનાં સેતુને એ ખૂબ જોડે છે,
પણ રાતના અંધારામાં એ આંખોને રગડોળે છે.
પેટની ભૂખને એ પાણીથી ચોળે છે,
આંખ સાથે ઊંઘની મથામણમાં બોળે છે.
પુરુષાર્થ અને પ્રારબ્ધને એ કર્મોથી કંડારે છે,
પડકાર જીવનતણા ઈશ્વરને પણ ક્યાં છોડે છે...M+-
દિવાળી દિલ ભરીને આવી છે,
ખુશીઓ જીલ ભરીને આવી છે.
કંકુવર્ણી ઉદય થવાનો કાલે,
કે શક્યતા સાગર તરીને આવી છે.
આંગણ - આંગણ વરસી રંગોળી,
એ મેઘધનુષ્યને મળીને આવી છે?
કેવું હરખે ચડ્યું આજ બ્રહ્માંડ!
રોશની નભેથી ખરીને આવી છે.
ભૂલી જઈએ ભૂલવાનું એ સઘળું,
માફી આખું ગાડું ભરીને આવી છે...M+
Happy Diwali-
ભાઈ એટલે બહેન ના પડખે
એક પિતા તુલ્ય પડછાયો,
જેની હાજરી માં બહેન હંમેશા
ખુશ અને નિર્ભય રહે છે !!!!M+
Happy Bhaidooj-
નોકરી ધંધો બાજુએ તું મુક,
પ્રેમ તણો એક દીપ પ્રગટાવી લઈએ...
હાલ દિવાળી કરી લઈએ.
દુખના દિવસોનું રોકેટ બનાવી,
આકાશ માં ભગવાન ને મોકલી દઈએ...
હાલ દિવાળી કરી લઈએ.
સ્વાર્થનો સુતળી બોમ્બ બનાવી
સુખ ની ફૂલજળી થી એને સળગાવી દઈએ...
હાલ દિવાળી કરી લઈએ...
સપનાઓ ની રંગોળી બનાવી,
એકબીજા સાથે હળીમળીને પ્રેમનો રંગ ભરી દઈએ...
હાલ દિવાળી કરી લઈએ.
મિત્રો ને સગાસબંધીઓ સાથે હાથ મિલાવી,
બધા ને નવા વર્ષ ની શુભકામના પાઠવીએ...
હાલ દિવાળી કરી લઈએ...M+
Happy New Year-
અંધારા ઓરડા ની એક બારી ખુલ્લી,
મારા માટે એ ખાસ ને બધા ને મામૂલી.
ટમટમ તારા જેવો નાનો અમથો દીવો,
મોટા દરિયા મા જાણે એકલો મરજીવો.
ઝળહળતી આંખે જુવે એક પરી,
શેરી એ ઊભો હું કરું ઠઠ્ઠા મશ્કરી.
ગુલાબી હોઠો નું અદભૂત સ્મિત,
કોયલ મુખે જેમ મીઠું સંગીત...M+-
લક્ષ્મી અને જિંદગી....
સબુદ્ધિ રૂપી ધન થકી સાચી ધનતેરસ કરાય,
સબુદ્ધિ હોય ત્યાં જ માઁ લક્ષ્મીનો વાસ થાય...
સદ્ વિદ્યા રૂપી ધન થકી સાચી ધનતેરસ કરાય,
વિદ્યાદાનનાં પુણ્ય થકી માઁ સરસ્વતી ખુશ થાય....
સાત્વિક અન્ન રૂપી ધન થકી સાચી ધનતેરસ કરાય,
કોઈ ભૂખ્યાનું પેટ ઠરે તો માઁ અન્નપૂર્ણા ખુશ થાય...
ચરિત્રરૂપી ધન સંગ્રહી સાચી ધનતેરસ કરાય,
હર એક નારી માઁ જગ જનની રુપનાં દર્શન થાય....
સત્ માર્ગ થકી ધન પામી સાચી ધનતેરસ કરાય,
પરસેવાથી મેળવેલ પાઈથી માઁ લક્ષ્મી ખુશ થાય....M+
Happy Dhanteras-