Meet Bhingradiya   (✍️Meet ni vato)
23 Followers · 21 Following

read more
Joined 22 April 2019


read more
Joined 22 April 2019
15 JUL AT 19:54

ભીંજાય જવા માટે નું કારણ,
દર વખતે વરસાદ જ નથી હોતો,
ક્યારેક મનગમતી યાદો નું ઝાપટું પણ,
પાંપણો ને ભીંજવી જાય છે.....M+

-


23 APR 2024 AT 6:49

હનુમાન જયંતી

અંજની કો જાયો એ ને પવનપુત્ર બલવાન
શિવનો રુદ્ર અવતાર જે રામભક્ત હનુમાન

યુગે યુગે અજરા અમર દીધું પ્રભુએ વરદાન
રામ નામ રટણ જ્યાં અચૂક હાજર હનુમાન

બળ બુદ્ધિ વિદ્યામાં જેનો ન જડે જોટો રે જગમાં
અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપ્યાં સિતામાંએ પળમાં

સેવક શુરા ને મહાવીર એ દાસભક્તનું છે પ્રમાણ
છાતી ચીરીને બતાવ્યાં ભિતર વસ્યાં છે ભગવાન

સેવક પ્રભુના પરમ ને જ્ઞાન આપ્યું ભીમને સચોટ
રથ ટોંચે સ્થાન ગ્રહી અર્જુનને ન વર્તાવી કઈં ખોટ

પરચા અઢળક યુગે યુગે સંભળાતાં હો જેના પ્રચંડ
રામભક્ત પરમ એવા હનુમંતને કરું વંદન થૈ દંડવત...M+

Happy Hanuman Jayanti

-


18 SEP 2023 AT 23:58

ગણેશ ચતુર્થી

વિઘ્નોનાં હર્તા પ્રભુ તો વિનાયક કહેવાય,
સર્વે દેવોમાં પ્રભુ તમે પ્રથમ જ પુંજાય.

ઝીણી ઝીણી આંખોથી ઘરે છે દીર્ઘ દ્રષ્ટિ,
જ્ઞાન શ્રદ્ધાના સૂચક એવા એકદંત કેહવાય.

સારી વાતો ગ્રહણ કરવાનું કહે છે સૂર્પકર્ણ,
સૂંઢ લાંબી રૂપાળી એટલે દુંદાળા કેહવાય.

ઉદરમાં સમાવી છે જો પ્રભુએ ઘણી ઉદારતા,
લંબૌદર એવા ગણેશને મોદક ભોગ ધરાવાય.

ભાદરવા સુદ ચોથે કરું પ્રેમે ગણેશ સ્થાપન,
વિઘનહર્તા માહામારીનું આ વિઘ્ન હર્તા જાય...M+

Happy Ganesh Chaturthi

-


14 AUG 2023 AT 20:31

સ્વતંત્રતા દિવસ

મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર,
અભિમાન મને એટલું કે, હું મા ભારતીનો સંતાન

રોપાયેલ સંસ્કૃતિનું વટવૃક્ષ કેવું ઘટાદારા!
એનાં છાંયે પાંગરતો દેશ પ્રેમ, આ ધરાને વફાદાર

નદી, વનરાજી ને પશુપંખીઓ ભિન્નાકાર,
કેવી મારાં દેશની ગરિમા! કુદરત ય કરે રમમાણ

ભારતભોમની પાઘડી આ તિરંગો દેશકાજ,
એની તો શું વાત કરું, એ તો કરકાઈને હરખાય!

રજેરજ વંદન કરે આ માટીને વારંવાર,
રાખી લલાટે થતું તર્પણ, લોહી એ તો ખબરદાર

વિસ્તરિત આ જનમેદની કેવો એનો હુંકારા!
અવનીનો હરેક કણ કરે, ભારતનો જય જયકાર...M+

Happy Independence Day

-


6 AUG 2023 AT 0:22

મિત્રતા....

ફક્કી જિંદગીની એકમાત્ર ચાસણી એટલે મિત્રતાની લાગણી....

મિત્ર એટલે મનગમતો સાથ,
હૃદયનો અતૂટ વિશ્વાસ,
જિંદગી જીવવાનો શ્વાસ,
અને સંઘર્ષમાં હિમ્મત આપતો હાથ....

મિત્ર એટલે સબંધનો સાચો સ્વભાવ,
સગપણ વગરનો લગાવ,
દુઃખમાં સંવેદનાનો ભાવ,
અને બિનશરતી ખેલાતો દિલનો દાવ....

મિત્ર એટલે પાનખરમાં વસંતનો વ્હાલ,
મીઠાં સંભારણાઓની આવતીકાલ,
બેરંગ જિંદગીનો ગમતો ગુલાલ,
અને ખુલ્લી હથેળીમાં વિતાવેલી ગઈકાલ....M+

Happy Friendship Day

-


26 JUL 2023 AT 12:26

વીર ભોગ્ય વસુંધરા...

જ્યારે લથબથ રુધિરે આવ્યો ઘરે દેહ..
માતાની આંખે આસું પિતાની હૈયે જે ઠેસ હતો.

એક એક પળો હતી ઘણી સંવેદનશીલ..
જ્યાં શૂરવીર પુત્રનાં દેહે ત્રિરંગારૂપી ખેસ હતો.

જનનીને યાદ આવ્યો શિશુરૂપ સ્નેહ..
પિતાનાં ખમીસે મેલી નાની હથેરીનો લેપ હતો.

ગુંજતી હતી જ્યાં વીરની કાલીઘેલી વાતો..
ત્યાં આજે ફૂલ આચ્છાદિત ખડતલ સેજ હતો.

હૈયે પથ્થર ધરી વિરાંગના બેઠી ઓટલે..
'મા,વળીશ હું પાછો' એ વાયદો હવે લેશ હતો.

ઢંઢોરે સમાજ અને લે છાજિયાં ભલે..
હીબકાં ભરતી માનાં હૈયે ગર્વથી ગાજતો મેઘ હતો...M+

-


5 JUN 2023 AT 11:38

દુનિયા ની આ ભીડ મા જાણે હું એકલો પડી ગયો,
લાખો લોકો ની વચ્ચે હું જાણે અજાણ્યો થઈ ગયો,

સાથે રહેતો હું બધાની જાણે દુર રહેતો થઈ ગયો,
ભીડ થી ભરેલી આ દુનિયા મા હું તને શોધતો થઈ ગયો,

નથી કોઈ નો સાથ કે સહેવાસ,
હું તો જાણે એકલતા તો પર્યાય બની ગયો.

શોધે છે આ આંખો હજી તને, જાણે હું ખુદ થી થઈ ગયો
જાણે હું ખુદ થી વિખૂટો થઈ ગયો,

ખબર પણ નથી હવે તો મને ખુદ ને કે કોણ છે મારી સાથે,
ચાહત માં તારી જાણે હું ખુદ ને ભૂલી ગયો,

બધુ ભૂલી ને આજે પણ, નામ તારું
સાંભળતા જાણે હું નિશબ્દ થઈ ગયો...M+

-


29 MAR 2023 AT 23:43

રામનવમી

મર્યાદાપુરુષોત્તમ નામે ભલે ધર્યો એક જ અવતાર
પણ યુગે યુગે અવતરે એના નામે કંઇક અંશાવતાર

અયોધ્યા નગરી દશરથ ઘેર ધર્યો પ્રભુએ અવતાર
સમર્થ તો ય સંયમી એ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ

ક્રોધ જેનો ભાળી કાળ પણ જાણે હો થર થરતો
ક્ષત્રિય વિહીન પૃથ્વી કરી કહેવાયા એ પરશુરામ

કૃષ્ણ અવતારમાં પણ મળે એ નામનો કૈંક પ્રભાવ
કૃષ્ણના વડીલ થૈ જ્યારે શેષાવતારે થયા બલરામ

કળિયુગે પણ મળતો અજબ રામ નામનો પ્રભાવ
ટુકડે હરિ ઢૂંકડો કર્યો સંત શિરોમણી શ્રી જલારામ

નામ સ્મરણે માત્ર જેના અજબ મળતો રે પ્રતાપ
નામે રે પત્થર તર્યા તરશે ભવસાગર આપો આપ...M+

-


26 JAN 2023 AT 0:06

પ્રજાસત્તાક દિન

મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર,
અભિમાન મને એટલું કે, હું મા ભારતીનો સંતાન

રોપાયેલ સંસ્કૃતિનું વટવૃક્ષ કેવું ઘટાદારા એનાં
છાંયે પાંગરતો દેશ પ્રેમ, આ ધરાને વફાદાર

નદી, વનરાજી ને પશુપંખીઓ ભિન્નાકાર,
કેવી મારાં દેશની ગરિમા કુદરત ય કરે રમમાણ

ભારતભોમની પાઘડી આ તિરંગો દેશકાજ,
એની તો શું વાત કરું, એ તો કરકાઇને હરખાયા

રજેરજ વંદન કરે આ માટીને વારંવાર,
રાખી લલાટે થતું તર્પણ, લોહી એ તો ખબરદાર

વિસ્તરિત આ જનમેદની કેવો એનો હુંકારા
અવનીનો હરેક કણ કરે, ભારતનો જય જયકાર...M+

Happy Republic Day

-


14 JAN 2023 AT 0:05

ઉત્તરાયણ_મકરસંક્રાતિ

ઉત્તરાયણ ના ચોક માં તાળી પાડે રંગીન ગગન,
માંજો પાઈ ને ધાબે પતંગ ને લૂંટે સેલ્ફી પવન.

અગાશી માં લાગ્યા ચશ્માં ટોપી ને ફોટા ના પેચ,
ઉપરથી સ્ટીરિયો બોલે...'કાયપો છે'.. 'લપેટટટ'

ગગને વગાડી પીપુડી..સાવચેત થાજો..વિહંગ!
પાકે દોરે કપાશે પાંખો.... લૂંટવા અહીં પતંગ."

શેરડી ચીકી ખાઈ ને રવિ એ ખોલ્યા મકર દ્વાર,
ઊંધીયુ ચૂરમું ચાખી રાત્રે ઉડશે ટુકકલ ગુબ્બર...M+

Happy Makarsankanti

-


Fetching Meet Bhingradiya Quotes