QUOTES ON #RAAGCHIRAG

#raagchirag quotes

Trending | Latest
7 JUL 2020 AT 0:15

Don't ever be sorry for correcting someone. You give your time and effort in order for them to improve and be better in the future. That is nothing to be sorry about.

-


20 AUG 2022 AT 17:37

To Meet, To Know, To Love And Then To Part,
Is The Sad Tale Of Many A Heart.
- S. T. Coleridge

-


13 JUN 2023 AT 8:53

If god is watching us,
the least we can do is be entertaining.

--Darynda Jones,
Fifth Grave Past the Light
(Charley Davidson, #5)

-


23 DEC 2020 AT 22:48

Time doesn't change friends, friends change time.
- Bernard Shaw

-


3 MAR 2022 AT 14:22

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે કાયમ નહીં રહે.

થોડા ‌વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે કાયમ નહીં રહે.

એ વાત છે જૂદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે.

જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે.

- લવ સિંહા

-


18 MAY 2021 AT 16:03

મને લાગે છે આપણને સંદેશો આપવા માગે છે :
“તમે અનિવાર્ય નથી
તમારા વગર
વાયુ, ધરતી, જળ અને આકાશ
મજામાં છે
પાછા ફરો ત્યારે યાદ રહે
તમે મારા મહેમાન છો
માલિક નહીં.”

- માર્ક ઓગર્ટશ્નિગ
ભાવાનુવાદ: રુપાલી બર્ક

-


4 MAR 2022 AT 23:11

તું અડધી રાત્રે સપનામાં આવે છે,
શું તને પોસાય છે દોઢું ભાડું?

-


4 DEC 2021 AT 9:18

ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?

ચાલવાના અર્થને જાણ્યા પછી,
થોભવાની વાત તો વળગણ હતી.

લાગતો આજે ભલે પટ રેતીનો,
આ નદીની ગોદમાં ખળખળ હતી.

સીમ, વગડો, ડાળ, ઝાડી. પાંદડાં,
એક યાદી કેટલી ઝળઝળ હતી.

ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.

– રમેશ ઠક્કર

-


15 APR 2021 AT 14:09

થશે ક્યારે રમત પૂરી, હવે જલ્દી જણાવી દે,
તું કાં તો આવ અહીં, કાં તો મને ઈશ્વર બનાવી દે!

બધાંએ શક્તિ મુજબ દાનપેટીમાં ધર્યા રૂપિયા,
પડ્યાં ઓછા તને કે હોસ્પિટલના બિલ ચડાવી દે?

દુઆ માટે ઉભા'તાં એ દવા માટે ઉભેલા છે,
લખી દે એમને હૂંડી અને હૂંડી ચલાવી દે.

જો લાશો પણ ઉભી છે રાહ જોઈને કતારોમાં,
ભલે ઘર ના દીધું, તું એક ભઠ્ઠી તો અપાવી દે!

'નિનાદ' એ ધારે તો રોશન નગરને પણ કરે સૂમસામ,
એ ધારે તો અહીં સમશાનને પણ ઝગમગાવી દે!

- નિનાદ અધ્યારુ

-


15 NOV 2020 AT 23:13

Wishing You & Your Family
A Happy Diwali And
A Healthy New Year!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

- Aarna Kajal Chirag

-