Making money is action.
Keeping money is behaviour.
Growing money is knowledge.-
If god is watching us,
the least we can do is be entertaining.
--Darynda Jones,
Fifth Grave Past the Light
(Charley Davidson, #5)-
A REMINDER:
Tired —> Nap
Sad —> Music
Stressed —> Walk
Angry —> Exercise
Burnt out —> Read
Feeling lost —> Pray
Overthinking —> Write
Anxious —> Meditate-
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
– જગદીશ જોષી-
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
- ખલીલ જિબ્રાન અનુવાદઃ મકરંદ દવે-
To Meet, To Know, To Love And Then To Part,
Is The Sad Tale Of Many A Heart.
- S. T. Coleridge-
હસીને હું સહનશીલતાથી જે વાતો નિભાવું છું,
ભલી દુનિયા તે વાતોનો છૂપો આઘાત શું જાણે.
હજી તો સાથ રહેનારા, મને સમજી નથી શકતા,
નથી જે સાથ મારા, મારો ઝંઝાવાત શું જાણે.
- મરીઝ-
એક વ્યક્તિએ કબીરજી પાસે આવીને પૂછ્યું "મારે લગ્ન કરવા છે, પણ વિચારું છું કે કરું કે નહિ?"
કબીરજીએ તરત જ પોતાની પત્નીને સાદ પાડ્યો "એ.... એક દીવો પ્રગટાવીને લાવજો તો.."
એમની પત્ની તરત દીવો પ્રગટાવીને લઈ આવી.
પેલો માણસ બોલ્યો "અત્યારે ધોળા દિવસે તમારે આ દીવો શું કરવો છે… અત્યારે ક્યાં અંધારું છે ?"
કબીરજી કહે "એ તે પૂછ્યું... પણ એણે પૂછ્યું ? આવી સ્ત્રી મળે તો પરણજે... નહિતર આ જન્મારો કાઢી નાખજે વહાલા!"
-
હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે કાયમ નહીં રહે.
થોડા વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે કાયમ નહીં રહે.
એ વાત છે જૂદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ છે! કાયમ નહીં રહે.
જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો જે ઉઠાવ છે કાયમ નહીં રહે.
- લવ સિંહા-