●હું વાત શું કહું તમને, તમે મળ્યાં તે દિવસ ની...
-હજીયે મને એક સ્વપ્ન જેવી લાગે છે, વાત તે દિવસ ની,
-આંખો માં ભીંજાશ હતી, ને મીઠું સ્મિત આપ્યુ તે દિવસ ની,
●હું વાત શું કહું તમને, તમે મળ્યાં તે દિવસ ની...
-આપ મળ્યા ને આભ મળ્યા જમીન પર મને, તે દિવસ ની,
-સાથ ન હતો કોઇનો, ને સાથ મળ્યો તમારો તે દિવસ ની,
-કે કાળજાળ ગરમી માં, પ્રેમ નો વરસ્યો વરસાદ તે દિવસ ની,
●હું વાત શું કહું તમને, તમે મળ્યાં તે દિવસ ની...
-નજર સમક્ષ સહું કોઈ હતા સ્વપ્ન માં, પણ આંખો શોધતી રહી તમને, તે દિવસ ની,
-રાત વીતી ને હજી આંખ ખુલી જ હતી, ત્યાં તો તમે રૂબરૂ થયા તે દિવસ ની,
-હજુયે વાગોળું છુ એ મીઠાશભરી વાતો ને તમારી, સવારે થઈ હતી ને, તે દિવસ ની,
●હું વાત શું કહું તમને, તમે મળ્યાં તે દિવસ ની...
-હજી તોં મારા હૈયે જ હતી, ને તમારા હોંઠે આવી, વાત પ્રેમની તે દિવસ ની,
-એક-મેક ની આંખો માં આંખ પરોવાઇ, ત્યા તોં હાથ જોડાયા હાથ માં, તે દિવસ ની,
-હજુયે બરોબર યાદ છે મને સંપૂર્ણ, સંબંધ જોડાયો આપણો, વાત તે દિવસ ની,
●કે હું વાત શું કહું તમને, તમે મળ્યાં તે દિવસ ની...
-